Ahmedabad Crime News | અમદાવાદમાં પોલીસની કડક કાર્યવાહી વચ્ચે ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. શહેરના રખિયાલ વિસ્તારમાં અસમાજિક તત્વોએ હાથમાં તલાવર રાખી રહેણાંક મકાન પર હુમલો કરી વિસ્તારને બાનમાં લીધો હતો. ઘટનાના વીડિયો વાયરલ થતાં રખિયાલ પોલીસ સ્ટેશનમાં સાત શક્સો સામે ફરિયાદ નોંધી છ આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદ શહેરમાં થોડા દિવસ પહેલા વસ્ત્રાલ વિસ્તારમાં કેટલાક તોફાની તત્વોએ જાહેર રોડ પર આતંક મચાવ્યો હતો અને રાહદારીઓ પર હુમલા કર્યા હતા. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ રાજ્યભરમાંથી આવા તોફાની તત્વો સામે રોષ જોવા મળ્યો હતો. અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડા 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપી અને રાજ્યના તમામ સ્ટેશનમાં આવા ગુંડાતત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ કાર્યવાહી પુરી થયાના થોડા દિવસો બાદ પરિસ્થિતિ પરિસિ જૈસે થે તેવી જોવા મળી રહી છે.
રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં અજિત મીલ ચાર રસ્તા પાસે રહેણાંક જૂન અદાવતમાં મકાનમાં 7થી 8 લોકોનું ટોળું તલવાર, લાકડી, ધોકા અને પાઇપો સહિતના ઘાતકી હથિયારો સાથે આવી પહોંચ્યું હતું અને વિસ્તારને બાનમાં લીધો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી સામે સવાલ ઉભો થયો છે. ઘર પર હુમલાની ઘટના બનતા લુખ્ખા તત્ત્વો પર પોલીસની ધાક ઓસરી હોય એવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. આ ઘટના બાદ રખિયાલ પોલીસ દ્વારા કુલ સાત આરોપીને પકડવામાં આવ્યા છે. જેમાં 6 આરોપી પુખ્ત વયના અને 1 સગીર છે.
આરોપીઓના નામ
1. અફવાન મ.અંજુમ સિદ્દીકી
2. અશરફ અદાદ્તખાન પઠાણ
3. અમ્મર મ.અંજુમ સિદ્દીકી
4. મ.કાલિમ તોફિક સિદ્દીકી
5. મ.અજીમ તોફિક સિદ્દીકી
6. પઠાણ જાવેદ આલમ નિયાસ ખાન
7. સગીર