Drugs News | ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં 300 કિલો નાર્કોટિક્સનો જથ્થો ઝડપાયો છે. ઝડપાયેલા નાર્કોટિક્સની અંદાજીત બજાર કિંમત 1800 કરોડ રૂપિયા છે. ઓપરેશન દરમિયાન પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં Imbl નજીકથી નાર્કોટિક્સનો જથ્થો જપ્ત કરાયો છે. ભારતીય એજન્સી દ્વારા બોટનો પીછો કરતા માફિયાઓ ડ્રગ્સનો જથ્થો દરીયામાં ફેંકી નાશી છુટી હતી. દરિયામાં શોધખોળ બાદ મોટા પ્રમાણમાં માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો છે. ATSને મળેલા ઇનપુટના આધારે 12 અને 13 એપ્રિલની રાત્રે ઓપરેશન હાથ ધરાયું હતું. ઝડપાયેલા જથ્થાને વધુ તપાસ માટે પોરબંદર ખાતે લઇ જવામાં આવ્યું છે.
પાકિસ્તાની ડ્રગ્સ સ્મગલર ભારતમાં 400 કિલો ડ્રગ્સની હેરાફેરી કરવાનો હોવાની એટીએસને બાતમી મળી હતી. આ ડ્રગ્સ તમિલનાડુમાં લઈ જવાની યોજના હતી. આ બાતમીને આધારે કાર્યવાહી કરીને એટીએસ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડે ડ્રગ્સની હેરાફેરી પર પાણી ફેરવી દીધું.
ગુજરાના દરિયાકાઠે ડ્રગ્સ ઝડપાયા બાદ રાજનીતિ ગરમાઇ છ. કોંગ્રેસે ગુજરાત સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરીને સવાલો પણ ઉઠાવ્યા છે, તો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે.
દરિયા કિનારો હોય કે જમીન ગુજરાત ડ્રગ્સ ઘૂસણખોરીનું પ્રવેશ દ્વાર બની ગયુંઃ મનીષ દોશી
રાજ્ય સરકાર પર પ્રહારો કરતા ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, ગઈ રાત્રિના ગુજરાતના દરિયાકિનારેથી 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ ઝડપાયું તેચિંતાનો વિષય છે. ગુજરાતનું યુવાધન અને દેશનું યુવાધન બરબાદ થાય, ડ્રગ્સના રવાડે ચડે. આ નશાનો કરોબાર બેરોકટોક ચાલી રહ્યો છે. ગુજરાતનો દરિયા કિનારો હોય કે જમીન હોય ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વાર બની ગયું છે. ગુજરાતમાં અનેક બંધ ફેક્ટરીની અંદર ડ્રગ્સ બનાવવાના કારખાના ચાલી રહ્યા છે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાઈ રહ્યું છે, એ ચિંતાનો વિષય છે. ભાજપ સરકારને હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે અજાણ્યા શખ્સો નાખી દે છે તેવું સામે આવે છે. તો ડ્રગ્સના આકાઓ કેમ નથી પકડાતા? ખાનગી બંદર પરથી અનેક વખત ડ્રગ્સ પકડાય છે પણ કોઈ તપાસ નથી થતી. ડ્રગ્સની સિન્ડિકેટને નેતૃત્વ કોણ આપે છે તેની તપાસ થવી જોઈએ.
ડ્રગ્સના વેપારને રોકવામાં સરકાર નિષ્ફળઃ શક્તિસિંહ ગોહિલ
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આ મુદ્દે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે, ગુજરાતના દરિયા કિનારેથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ડ્રગ્સ દાણચોરીનું પ્રવેશદ્વાર બની ગયું છે. ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાય છે. યુવાધનને બરબાદ કરનાર ડ્રગ્સના વેપારને રોકવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. ડ્રગ્સની હેરાફેરી કરનારના ભૂતકાળમાં બીજેપી નેતાઓ સાથેના કનેક્શન ઉજાગર થયા છે. ગુજરાતના યુવાનોના ભવિષ્ય અંગે ચિંતાનો વિષય છે. ભ્રષ્ટાચાર અને હપ્તાખોરી અસામાજિક પ્રવૃતિ વધવાનું કારણ છે.
You Can also Follow us on Social Media
Youtube | Facebook | Instagram | X (Twitter) | WhatsApp