મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે ભાજપે હવે મહારાષ્ટ્ર માટે કમર કસી લીધી છે. કોંગ્રેસે શનિવારે પોતાના 23 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. હવે તેની થોડી જ વારમાં ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર કરી છે. ભાજપે પીએમ મોદી અને યોગી આદિત્યનાથ સહિતના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.
ભાજપે તડામાર તૈયારી ચાલુ કરી
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રની ચૂંટણી જીત્વા ભાજપે તડામાર તૈયારી ચાલુ કરી દિધી છે. ભાજપ,કોંગ્રેસ,શિવસેના ઉધ્વ ઠાકરે, શિવસેના, એનસીપી પવાર, એનસીપી, સમાજવાદી પાર્ટી સાથે અન્ય પાર્ટી પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. જ્યારે દેશના મુખ્ય બે પક્ષો કોંગ્રેસ અને ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. mva અને મહાયુતિ એવા બે મજબુત ગઠબંધન થઈ ગયું છે. ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર કરી છે. ભાજપે પીએમ મોદી અને યોગી આદિત્યનાથ સહિતના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.
BJP releases a list of star campaigners for the Maharashtra assembly elections.
The list includes the names of PM Narendra Modi, Union Ministers JP Nadda, Amit Shah, Rajnath Singh, Nitin Gadkari, Shivraj Singh Chouhan, Assam CM Himanta Biswa Sarma, UP CM Yogi Adityanath, among… pic.twitter.com/TezHqpieey
— ANI (@ANI) October 26, 2024
પ્રચારકોમાં આ નેતા સામેલ
ભાજપના 40 સ્ટાર પ્રચારકોમાં પીએમ મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દીય ગૃહમંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, શિવરાજ સિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સહિત 40 નેતાઓના નામ સામેલ છે. આ તમામ નેતાઓ વિધાનસભા ચૂંટણી અને નાંદેડ લોકસભા પેટાચૂંટણીમાં પાર્ટી ઉમેદવારો માટે પ્રચાર કરશે.
સ્ટાર પ્રચારકોની યાદી
1. નરેન્દ્ર મોદી
2. જગત પ્રકાશ નડ્ડા
3. રાજનાથ સિંહ
4. અમિત શાહ
5. નીતિન ગડકરી
6. યોગી આદિત્યનાથ
7. ડૉ.પ્રમોદ સાવંત
8. ભૂપેન્દ્રભાઈ પટેલ
9. વિષ્ણુ દેવ સાય
10. ડૉ.મોહન યાદવ
11. ભજનલાલ શર્મા
12. નાયબ સિંહ સૈની
13. હિમંતા બિસ્વા સરમા
14. શિવરાજ સિંહ ચૌહાણ
15. દેવેન્દ્ર ફડણવીસ
16. ચંદ્રશેખર બાવનકુલે
17. શિવ પ્રકાશ
18. ભૂપેન્દ્ર યાદવ
19. અશ્વિની વૈષ્ણવ
20. નારાયણ રાણે
21. પિયુષ ગોયલ
22. જ્યોતિરાદિત્ય સિંધિયા
23. રાવસાહેબ દાનવે પાટીલ
24. અશોક ચવ્હાણ
25. ઉદયન રાજે ભોંસલે
26. વિનોદ તાવડે
27. આશિષ શેલાર
28. પંકજા મુંડે
29. ચંદ્રકાંત (દાદા) પાટીલ
30. સુધીર મુનગંટીવાર
31. રાધાકૃષ્ણ વિખે પાટીલ
32. ગિરીશ મહાજન
33. રવીન્દ્ર ચવ્હાણ
34. સ્મૃતિ ઈરાની
35. પ્રવીણ દારેકર
36. અમર સાબલે
37. મુરલીધર મોહોલ
38. અશોક નેતે
39. ડૉ.સંજય કુટે
40. નવનીત રાણા
288 વિધાનસભા બેઠકો પર મતદાન થશે
મહારાષ્ટ્ર વિધાનસભા માટે 20 નવેમ્બરનાના રોજ મતદાન થશે અને 23 નવેમ્બરના રોજ મતગણતરી થવાની છે. વર્તમાનમાં મહાયુતિ સરકારમાં સામેલ છે.આ ગઠબંધનમાં શિવસેના (એકનાથ શિંદે જૂથ) અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સામેલ છે. જેમાં શિવસેનાના એકનાથ શિંદે મુખ્યમંત્રી છે જ્યારે ભાજપના દેવેન્દ્ર ફડણવીશ ઉપમુખ્યમંત્રી છે. જ્યારે એનસીપીમાંથી અજીત પવાર ઉપમુખ્યમંત્રી છે.