બોલીવૂડ અભિનેતા સલમાન ખાન (Salman Khan)ને ફરી મારી નાખવાની ધમકી મળી
અજાણ્યા શખ્સે સલમાનની કારને ઉડાવવાની ધકમી આપી
Salman Khan Death Threat | બોલીવૂડ અભિનેતા સલમાન ખાનને ફરી મારી નાખવાની ધમકી મળી છે. અજાણ્યા શખ્સે સલમાનની કારને ઉડાવવાની ધકમી આપી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી છે. હાલ તો આરોપીની ઓળખ થઇ શકી નથી. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નો તરફથી કથિતપણે સલમાન ખાન તરફથી અનેકવાર ધમકી આપી ચુક્યાં છે. ગત વર્ષે સલમાન ખાનના ઘર પર ગોળીબારીની ઘટનામાં કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર મુંબઇ પરિવહન વિભાગના વોટ્સએપ નંપર પર મેસેજ આવ્યો હતો. સંદેશમાં અભિનેતા સલમાન ખાનના ઘરમાં ઘૂસની મારી નાખવાની ધમકી આપી હતી. સાથે જ તેમની કારને પણ બોમ્બથી ફૂંકી મારવાની ધમકી આપી હતી. વર્લી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો છે. હાલ તો પોલીસે ધમકીના સંદર્ભમાં તપાસ હાથ ધરી છે.
સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ ધમકી લોરેન્સ બિશ્નોઈ તરફથી આવી છે કે નહીં.
કાળિયાર કેસના કારણે સલમાન ખાન નિશાન પર
બોલિવૂડ સ્ટાર સલમાન ખાને અઢી દાયકા પહેલા કાળિયારનો શિકાર કર્યો હતો. બિશ્નો ગેંગ તરફથી કથિતપણ કાળિયારના શિકારને લઇ સલમાન ખાનને અનેકવાર ધમકી મળી ચૂકી છે. આ કેસ 1988નો છે. વર્ષ 2024માં પણ અભિનેતાને ધમકી મળી છે. જેમાં મંદિર જઇ જાહેરમાં માફી માંગવી કે 5 કરોડ રૂપિયા આવાની માંગ કરી હતી. ગત 30મી ઓક્ટોબરના રોજ સલમાન ખાન પાસે 2 કરોડની ખંડણી માંગવામાં આવી હતી.
You Can also Follow us on Social Media
Youtube | Facebook | Instagram | X (Twitter) | WhatsApp