- Sabarkantha જિલ્લાના વડાલી શહેરમાં પરિવારનો સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો
- રવિવારે સગર પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા પી લીધી હતી
- ઘટનામાં રવિવારે પતિ-પત્નીનું આજે સારવાર દરમિયાન બે બાળકોના સારવાર દરમિયાન મોત
- બાળકીની સ્થિતિ ગંભીર, બનાવને લઇ સાગર સમાજનું 24 કલાકનું અલ્ટિમેટમ
Vadali family Mass Suicide | સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના વડાલી શહેરમાં રવિવારના રોજ સગર પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પતિ અને પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, જ્યારે તેમના ત્રણ સંતાનોની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે બે બાળકનોના પણ મોત નિપજ્યા છે. જ્યારે આ પરિવારની પુત્રી હજુ સારવાર હેઠળ છે.
વડાલી શહેરમાં છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા સગર પરિવારના પાંચ સભ્યો વિનુભાઈ સગર, તેમના પત્ની કોકીલાબેન સગર, અને તેમના ત્રણ સંતાનો નિલેશ સગર, નરેન્દ્ર સગર અને ક્રિષ્નાબેન સગરે એક સાથે ઝેરી દવા પી લીધી હતીઆ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પરિવારના તમામ સભ્યોને વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જો કે, તેમની તબિયત વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે ઈડરની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
ઈડરની ખાનગી હોસ્પિટલમાં પણ તેમની તબિયતમાં કોઈ સુધારો ન જણાતા તેમને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિવારના મોભી એવા વિનુભાઈ સગર અને તેમના પત્ની કોકીલાબેન સગરનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના ત્રણ સંતાનોની હાલત અત્યંત ગંભીર જણાતા તેમને મોડી રાત્રે ડાયાલિસિસ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આજે સવારે વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે બે બાળકનોના પણ મોત નિપજ્યા છે. જ્યારે આ પરિવારની પુત્રી હજુ સારવાર હેઠળ છે.
ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે પરિવારજનો અને આસપાસના પાડોશીઓના નિવેદન લીધા છે. મૃતક દંપતીના મોબાઈલ ફોનને પણ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને તેમના કોલ ડિટેઇલ રેકોર્ડ્સ (CDR)ની પણ તપાસ કરવામાં આવી રહી છે.
સાગર સમાજનું 24 કલાકનું અલ્ટિમેટમ
રવિવારે સગર સમાજ મોટી સંખ્યામાં વડાલી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને વ્યાજખોરોને પકડી કડક સજાની માંગ સાથે ઘેરાવો કર્યો હતો. દરમિયાન વડાલી પોલીસ એક શકમંદ લાવ્યા બાદ કોઇ આધાર પુરાવા મળ્યા ન હતા. જેથી પોલીસે સગર અગ્રણીઓને નામ આપી ફરિયાદ નોંધવા જણાવતા અંતિમ સંસ્કાર પછી ફરિયાદ આપવાનું જણાવી બધા નીકળ્યા હતા અને મામલો થાળે પડ્યો હતો. દંપતીના મૃતદેહને હોસ્પિટલથી ઘરે લાવી એક સાથે અંતિમયાત્રા સાથે નીકળતાં વડાલી હિબકે ચડ્યું હતું.
You Can also Follow us on Social Media
Youtube | Facebook | Instagram | X (Twitter) | WhatsApp