Ankleshwar | પાનોલીની Jal Aqua કંપનીમાં લાગી ભીષણ આગ, 8 ફાયરની ગાડીઓએ સંભાળી સ્થિતિ

Ankleshwar Major fire at jal auqa unit in Panoli Industrial Estate
  • Ankleshwarમાં ફરી આગની ઘટના બની
  • પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી જલ એકવા કંપનીમાં આગ લાગી
  • અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીની 8 ફાયરની ગાડીઓએ સંભાળી સ્થિતિ

Ankleshwar News | અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આજે સવારે જલ એકવા કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો. આગ એટલી વિકરાળ હતી કે, ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા.

અંકલેશ્વર(Ankleshwar)માં ફરી આગ (Fire)ની ઘટના બની છે. અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહત (Panoli Industrial Estate)માં આવેલી જલ એકવા (Jal Auqa)કંપનીમાં આજે સવારે અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસી ફાયર ટીમના કુલ 8 ફાયરના વાહનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. સુરક્ષાની દૃષ્ટિએ કંપની તરફ જતા માર્ગને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. રાહતની વાત એ છે કે, આગ લાગતાની સાથે જ કંપનીના તમામ કર્મચારીઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ઉલ્લેખનીય છે કે દસ દિવસ પહેલા જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી GLINDIA કેમિકલ કંપનીમાં બપોરે અચાનક આગ લાગી હતી. રસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લગભગ 4 કલાકની જહેમત બાદ 10 ફાયર ટેન્ડર દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો.


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp

 

Scroll to Top