Porbandar | ગુજરાત ડ્રગ્સ લેન્ડિંગ હબ બન્યું, પોરબંદરથી 190 કિમી દૂર દરમિયામાંથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Indian Coast Guard Gujarat ATS seize 300 kg narcotics worth Rs 1800 crore
Porbandarના દરિયામાંથી 1800 કરોડની કિંમતનું 300 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે

Drugs News : ગુજરાતનો દરિયાકાંઠો જાણે નશીલા પદાર્થોની હેરાફેરી માટે હબ બની ગયો છે. ત્યારે ફરી એક વખત પોરબંદરના દરિયામાંથી 1800 કરોડની કિંમતનું 300 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ સંયુક્ત ઓપરેશન હાથ ધરી 12 અને 13 એપ્રિલે ડ્રગ્સ ભરેલી બોટ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ATSની બાતમી હતી, IMBL નજીક મોડી રાત્રે એક શંકાસ્પદ બોટ જોવા મળી. બોટમાં સવાર લોકોને કંઈક ખબર પડતાં જ તમામ ડ્રગ્સ પાણીમાં ફેંકીને સરહદ પાર કરીને ભાગી ગયા. ડ્રગ્સના માફિયા ભારતીય સરહદમાં થોડું ઘૂસીને પાછા ભાગી ગયા. જોકે, ઇન્ટરસેપ્ટર બોટે પાણીમાં ફેંકેલા ડ્રગ્સને ઝડપી લીધા છે. પોરબંદર (Porbandar) થી 190 કિલોમીટર દૂર દરિયામાં આ ઓપરેશન હાથ ધરાયું હતું.

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં 300 કિલો નાર્કોટિક્સનો જથ્થો ઝડપાયો છે. ઝડપાયેલા નાર્કોટિક્સની અંદાજીત બજાર કિંમત 1800 કરોડ રૂપિયા છે. ઓપરેશન દરમિયાન Imbl નજીકથી નાર્કોટિક્સનો જથ્થો જપ્ત કરાયો છે. ભારતીય એજન્સી દ્વારા બોટનો પીછો કરતા માફિયાઓ ડ્રગ્સનો જથ્થો દરીયામાં ફેંકી નાશી છુટી હતી. દરિયામાં શોધખોળ બાદ મોટા પ્રમાણમાં માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો છે. ATSને મળેલા ઇનપુટના આધારે 12 અને 13 એપ્રિલની રાત્રે ઓપરેશન હાથ ધરાયું હતું. ઝડપાયેલા જથ્થાને વધુ તપાસ માટે પોરબંદર ખાતે લાવવમાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે દેશનો દરિયા કિનારો 7517 કિ.મી લાંબો છે. જેમાં પણ ગુજરાત પાસે 1640 કિ.મી લાંબો દરિયા કિનારો છે. કિનારા પર 144થી વધુ નાના-મોટા ટાપુ છે, સાથો સાથ પાકિસ્તાની દરિયાઇ સરહદ નજીક છે. ડ્રગ્સની હેરફેર પાકિસ્તાન અને ઇરાન કરે છે. પાકિસ્તાનનું કરાચી બંદર અને ઇરાનના ચાબહાર બંદરની ભૂમિકા મુખ્ય રહે છે. ભૌગોલિક રીતે ગુજરાતનો દરિયાકિનારો નજીક છે અને ગુજરાતનો ઉપયોગ અવર-જવર માટે કરવામાં આવે છે.

ડ્રગ હેન્ડલર્સને અન્ય દેશની સીમામાં પહોંચાડવા પ્રયાસ કરે છે તેમજ ગુજરાતથી મુંબઇ સહિત દેશના અનેક રાજ્યમાં મોકલવામાં આવે છે. ડ્રગ્સ ગુજરાતમાં પણ ધનિકવર્ગમાં ડ્રગ્સની ખરીદીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં MD ડ્રગ્સ અનેક વાર પકડાયું છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગે ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ પકડાય છે. જેમાં દ્વારકા,પોરબંદર,ગીરસોમનાથથી અનેક વાર ડ્રગ્સ ઝડપાયું છે. સુરક્ષા એજ્ન્સીઓ પહેલાના પ્રમાણમાં વધુ સતર્ક છે જ્યારે અનેક વખત પેટ્રોલિંગના ડરથી ડ્રગ્સ ફેંકી દે છે અને જેના કારણે દરિયાકિનારેથી અનેક વખત પેકેટ મળ્યા છે.


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp

 

Scroll to Top