Congressએ રેસનાઅન લગ્નના ઘોડા અલગ તારવ્યા, હાંકી કાઢવાની યાદી તૈયાર કરી
કોંગ્રેસના નેતાઓમાં ફફડાટ, સાઈડલાઈન કે ….
Gujarat Politics |અમદાવાદમાં યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશન બાદ રાહુલ ગાંધી આગામી સપ્તાહમાં ફરી ગુજરાત આવશે, રાહુલ ગાંધી 15 અને 16 એપ્રિલ બે દિવસ મોડાસામાં આયોજિત કાર્યક્રમ રાહુલ ગાંધી હાજરી આપશે. બૂથ લેવલ મજબૂત કરવા અને કોંગ્રેસની વિચારધારા લોકો સુધી પહોંચાડવાનો રાહુલ ગાંધી પ્રયાસ કરશે.
બીજી તરફ હવે રાહુલ ગાંધી રાજ્યમાં નવી કોંગ્રેસની રચના શરૂ કરશે. અધિવેશન દરમિયાન રાહુલ ગાંધીએ ગુજરાતમાં પક્ષને વધુ મજબૂત કરવા પર ભાર મુકાયો હતો. તેના પર કાર્યવાહી કરતા કોંગ્રેસે રેસના અને લગ્નના ઘોડા અલગ તારવી લીધા છે. આવા નેતાની યાદી પણ તૈયાર થઇ ગઇ છે, કોંગ્રેસે આવા નેતાઓને સાઇડલાઇન કરવાથી માંડીને પક્ષમાંથી કાઢી મૂકવાની તૈયારી છે. રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખની નિમણૂક માટે લોકોનો અભિપ્રાય લેશે. દિલ્હીના 3 નેતા અને ગુજરાતના 1 નેતા તેમની સાથે હાજર રહેશે અને જિલ્લા પ્રમુખ માટેની સેન્સ લેશે. ઉમેદવાર પક્ષ માટે કઇ રીતે કામ કરે છે, કેટલા સમયથી પક્ષમાં છે, ચૂંટણીમાં કેવી કામગીરી કરી છે, શું કોઇ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે? વગેરે જેવી બાબતો ધ્યાને લેવાશે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રાહુલ ગાંધી કોઈપણ વિલંબ કર્યા વિના ગુજરાતમાં પાર્ટી સંગઠનને નવો ઓપ આપવા માંગે છે. રાહુલ ગાંધી રાજસ્થાનની સરહદે આવેલા ગુજરાતના અરવલ્લી જિલ્લામાંથી સંગઠનમાં ફેરફારની શરૂઆત કરશે. તેમનો મોડાસામાં પક્ષના આગેવાનો અને કાર્યકરોને મળવાનો કાર્યક્રમ છે. ગુજરાત એકમ દ્વારા તેમના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનના બીજા દિવસે પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે નૂતન ગુજરાત-નૂતન કોંગ્રેસ (નવું ગુજરાત-નવી કોંગ્રેસ) નું સૂત્ર આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ શા માટે? આ પ્રશ્ન સાથે લોકો વચ્ચે જશે. પાર્ટીના નેતાઓના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી તેમની બે દિવસની મુલાકાત દરમિયાન સંગઠનમાં ફેરફાર માટેના ડ્રાફ્ટને અરવલ્લીથી અમલમાં મૂકશે. ગુજરાતના નવા જિલ્લાઓમાં અરવલ્લીનો સમાવેશ થાય છે. તેનું મુખ્ય મથક મોડાસામાં છે.