ગીર સોમનાથ જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખે CMને લખ્યો પત્ર, જાણો સરકાર સામે શું માંગ કરી

– ગીર સોમનાથ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે લખ્યો CMને પત્ર
– સરકારી અંગ્રેજી માધ્યમિક શાળામાં વર્ગો વધારવા કરી રજૂઆત
– શિક્ષણના વર્ગો વધારીને ધોરણ 6 થી 8 સુધી કરવા કરી રજૂઆત

 

ગીર સોમનાથ જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખે ગુજરતાના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરને પત્ર લખ્યો છે. સરકારી અંગ્રેજી માધ્યમિક શાળામાં વર્ગો વધારવાની રજૂઆત કરી હતી. વેરાવળ શાળામાં ધોરણ 5 સુધીનું શિક્ષણના વર્ગો કર્યરત છે. તેમાં વધારો કરી ધોરણ 6 થી 8 સુધી કરવા કરી રજૂઆત કરવામાં આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ઇંગ્લીશ ભાષાનું જ્ઞાન સરળતાથી મળી રહવું જોઈએ.

મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ શહેરમાં એકમાત્ર ગવર્મેન્ટ ઈગ્લીંસ મિડીયમ સ્કુલ વેરાવળ ૧, મું. વેરાવળમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ઈંગ્લીસ મિડીયમ ભાષાનું જ્ઞાન સરળતાથી મળી રહે તે, હેતુથી ઘણા લાંબા સમયથી કાર્યરત છે. આ સ્કુલમાં અત્યારે થો ૧ ધી ૫ ના વર્ગો ચાલુ છે. અને ધો.૬, ૭ તથા ૮ ના વર્ગ વધારવા માટેની રજુઆત આવેલ છે. આ સ્કુલમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ હોશિયાર છે.

વર્ગો વધારીને ધોરણ 6 થી 8 સુધી કરવા

ગરીબ અને મધ્યમ વર્ગનાં હોવાથી પ્રાઈવેટ સ્કુલમાં અભ્યાસ પરવડે તેમ નથી. આ શાળા ગીર સોમનાથ જીલ્લાનાં મુખ્ય શહેર વેરાવળમાં આવેલ છે. તો આવનાર સત્રમાં ધો.૬, ૭ અને ૮ વર્ગ ચાલુ થઈ શકે તે ઉમદા હેતુ માટે આવનારા બજેટમાં વર્ગ વધારાની જોગવાઈ કરવા મારી આપને નમ્ર વિનંતી સહ મારી અંગત ભલામણ છે.

 

 

 

Scroll to Top