INDVSAUS: બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, આ ઘાતક બોલર બહાર

 

અગામી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણી માટે Bcciએ 18 સભ્યોના દળની જાહેરાત કરી છે. તેમાં અભિમન્યુ ઈશ્વરન, હર્ષિત રાણા અને નીતિશ રેડ્ડી આ ત્રણ ખેલાડીને પ્રથમ વખત તક મળી છે. આ સીરિઝની પ્રથમ મેંચ 22 નવેમ્બરે પર્થમાં રમાશે. કુલદિપ યાદવ, મોહમ્મદ શામીને આ શ્રેણી માટે પંસદ કરવામાં આવ્યા નથી.

મોહમ્મદ શમીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી

આ ઉપરાંત સૌથી ચોંકાવનારૂ નામ અભિમન્યુ ઇશ્વરનનું છે. ઇશ્વરનને ફસ્ટ ક્લાસ કિક્રેટમાં શાનદાર પ્રદર્શનનું પુરસ્કાર મળ્યું છે. તો રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ સાથે ત્રીજા ઓપનર તરીકે ટીમ સાથે પ્રવાસ કરશે.ઈજામાંથી મુક્ત થઈ રહેલા મોહમ્મદ શમીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જો કે, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સાથે ઝડપી બોલિંગ આક્રમણ મજબૂત રહે છે.

આ વર્ષે IPLમાં શાનદાર પ્રદર્શન બાદ ફાસ્ટ બોલર હર્ષિત રાણાને પણ ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, આંધ્ર પ્રદેશના ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી, જેણે તાજેતરમાં બાંગ્લાદેશ શ્રેણીમાં ટી-20 ડેબ્યૂ કર્યું હતું, તે પણ ટીમનો ભાગ છે. ઓસ્ટ્રેલિયાના છેલ્લા પ્રવાસ પર ટેસ્ટ ડેબ્યૂ કરનાર વોશિંગ્ટન સુંદર આ વખતે પણ ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે.

BGT માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (C), જસપ્રિત બુમરાહ (VC), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈસ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (WK), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (WK), આર અશ્વિન. , રવિન્દ્ર જાડેજા , મોહમ્મદ સિરાજ , આકાશ દીપ , પ્રસિદ્ધ કૃષ્ણ , હર્ષિત રાણા , નીતિશ કુમાર રેડ્ડી , વોશિંગ્ટન સુંદર.

 

Scroll to Top