ChhotaUdepur : છોટાઉદેપુર ખાતે યોજાયેલ સદસ્ય સંમેલન કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા વિરોધ પક્ષ ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા. ઉમેશ રાઠવાએ કહ્યું હતું કે બહારથી આવીને નેતાઓ સમાજનું નામ લઈને લોકોને ગુમરાહ કરી રહ્યા છે. જોકે ઉમેશ રાઠવાએ ચૈતર વસાવા (Chaitar Vasava) ને ગર્ભિત ધમકી આપતા એમ પણ કહ્યું હતું કે રાઠવા સમાજનો 2022 માં એક પરિપત્ર થયો છે. આ પરિપત્રનો ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) સમર્થન કરો છો ? જો તમે સમર્થન કરતા હોય તો તમે છોટાઉદેપુર જિલ્લામાં પગ મુકજો નહીં, તો રાઠવા સમાજ અને અમારા કાર્યકર્તાઓ તમારો ખુલીને વિરોધ કરશે.
Gujarat : છોટાઉદેપુરમાં ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા એ જાહેર કાર્યક્રમમાં ચૈતર વસાવાને આડેહાથ લીધા
