વાવ વિધાનસભા બેઠક માટે ઉમેદવારોના નામને લઇને ખૂબ લાંબી રાહ જોવી પડી છે. છેલ્લી ઘડીએ બંને પક્ષોએ પોતાના ઉમેદવારના નામોની જાહેરાત કરી છે. આજે કોંગ્રેસે વાવ બેઠકના ઉમેદવાર માટે ગુલાબસિંહ રાજપૂતનું નામ કર્યું હતું. ત્યારબાદ હવે ભાજપે પણ પોતાના ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકોરના નામ પર મહોર મારતાંની સાથે જ વાવ બેઠકની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે.
અલપેશ ઠાકોરના જુથના નેતાને ટિકિટ મળી
વાવ બેઠક પર ભાજપ સ્વરૂપજી ઠાકોરને ટીકિટ આપતા વાવમાં ઠોકર vs ક્ષત્રિયનો જંગ જામશે. વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુત અને ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટીકિટ આપતા આત્તુરતાનો અંત આવ્યો છે.
કોણ છે સ્વરૂપજી ઠાકોર
2022ની વિધાનસભામાં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર સામ સામે હતા. આ ચૂંટણીમાં 15,601 મતથી ગેનીબેનની જીત થઈ હતી. ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેમને 48,634 મત મળ્યા હતા.
કોંગ્રેસ નેતાએ પોતાના જ પક્ષ પર આરોપ લગાવ્યા
તેને વધુ ગંભીર આરોપ લગાડતા કહ્યું કે, કોંગ્રેસમાં ફિક્સિંગ ચાલી રહ્યું છે અને કોંગ્રેસના નેતાઓ લાગણીઓ સાથે રમી રહ્યા છે.કોંગ્રેસ જિલ્લા પ્રમુખે ડમી ફોર્મ ભરવાનું કહ્યું હતું પરંતુ હવે ફોર્મ ભરવાનો કોઈ મતલબ નથી કારણ કે ઉમેદવાર ફિક્સ છે.જ્યાં ઉમેદવાર ફિક્સ હોય ત્યાં રમત રમવાની જરૂર નથી એટલે હું ફોર્મ ભરવાનો નથી