Deesa factory tragedy | ડીસા હત્યાકાંડના પાપીનો સૌથી મોટો પર્દાફાશ, પોલીસે ના પાડી છતાં કોણે આપી મંજૂરી ?

Deesa fireworks factory blast sdm neha panchal negligence

બનાસકાંઠના ડીસામાં રેલવે સ્ટેશનથી ઢુવા રોડ તરફ જવાના રોડ પર ફટાકડાના ગોડાઉન ‘દીપક ટ્રેડર્સ’માં 1લી એપ્રિલના રોજ ભિષ્ણ વિસ્ફટ થયો હતો. બ્લાસ્ટની ઘટનામાં 21 નિર્દોષ લોકોના મોત નિપજ્યાં હતા. આગમાં સળગી જવાના કારણે મૃતદેહો બળીને ખાક થઇ કોલસા જેવા થઇ ગયા છે જેના કારણે પોસ્ટમોર્ટમ કરવું અને મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે.

સરકારને ઉંઘમાંથી જગાડી દેનારી ઘટના પાછળ કેટલીક ચોંકાવનારી વિગત સામે આવી છે. ‘દીપક ટ્રેડર્સ’નો પરવાનો 31-12-2024ના રોજ પૂર્ણ થયો હતો. જેનો ડીસા પોલીસને વિસંગતતા અને પૂરતા પુરાવા નહીં મળતા નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. તો આટલા સમય સુધી ફેકટરી કેમ ધમધમી રહી હતી.

2021થી કાયમીનો પરવાનો ધરાવે છે દીપક ટ્રેડર્સ
દીપકકુમાર ખુબચંદ મોહનાણી વર્ષ 2021થી દીપક ટ્રેડર્સ ફટાકડાનો કાયમી પરવાનો ધરાવે છે. ફટાકડા પરવાનો તા.31-12-2024ના રોજ પૂર્ણ થતાં રિન્યૂ કરાવવા માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીમાં અરજી થઈ હતી. પ્રાંત અધિકારી ડીસા નેહા પંચાલની કચેરી ખાતેથી અભિપ્રાય માટે દીપક મોહનાણીની અરજી પોલીસ પાસે આવી હતી. પોલીસે અભિપ્રાય આપતા પહેલાં દસ્તાવેજો ચકાસ્યા હતા. જેમાં વિસંગતતા સામે આવી હતી. જેને લઇ પોલીસ ઈન્સ્પેક્ટરે નકારાત્મક અભિપ્રાય સાથે આ અરજી SDPO Deesaને મોકલી આપી હતી. જેથી ડીસા એસડીપીઓ પણ ફટાકડા પરવાનો રિન્યુ નહીં કરી આપવા અભિપ્રાય આપ્યો હતો.

ડીસા પોલીસે નકારાત્મક અભિપ્રાય કેમ આપ્યો?
પ્રાંત અધિકારીની ઓફિસમાંથી અરજી આવતા ડીસા રૂરલ પોલીસ સ્ટેશને સ્થળ પર મુલાકાત કરી હતી. પોલીસે અભિપ્રાય આપતા પહેલાં દસ્તાવેજો ચકાસ્યા હતા. જેમાં પરવાના વાળી જગ્યા પર કોઇ નામ દર્શાવ્યું નહોતું. પરવાનાની વાળી જગ્યા પર પવરાનાની કોપી કે નંબર અંદર કે બહાર ક્યાં દર્શાવી નહોતી. અરજદાર દીપકકુમાર ખુબચંદ મોહનાણી પાસેથી પોલીસે ફાયર એનઓસી તેમજ વિદ્યુત બોર્ડના પ્રમાણપત્રની માંગણી કરતા રજૂ કર્યા ન હતા. આ ઉપરાંત પરવાનાવાળી જગ્યાનો રજૂ કરાયેલો નકશો જે-તે સ્થળ સાથે સુસંગત જણાઈ આવ્યો ન હતો. આ કારણોસર ડીસા રૂરલ પોલીસ સ્ટેશન અને SDPO Deesa એ નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો.

ફેક્ટરી કેમ સીલ ના કરી ?
ડીસા પોલીસનો નકારાત્મક અભિપ્રાય આવ્યા બાદ ડીસા પ્રાંત અધિકારી નેહા પંચાલે ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીને સીલ કેમ ના માર્યું ? કાયમી ફટાકડા પરવાનો ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થઈ ગયો હતો તો આટલા સમય સુધી ફેક્ટરી કોના આશિર્વાદથી ધમધમી રહી હતી ? મીડિયાકર્મી સાથન વતાચીતમાં પ્રાંત અધિકારીએ જવાબદારીમાંથી પોતાના હાથ ખંખેરી લીધા હતા. તેમણે કહ્યું કે ઘટના સ્થળ પર અગાઉ ફટાકડા ગોડાઉનનું લાયસન્સ આપવામાં આવ્યું હતું, પરંતુ અહીં ફટાકડા બની રહ્યાં હોવાની માહિતી સામે આવી છે કહી દોષનો ટોપલો ફટાકડા ફેક્ટરીના માલિક પર ઢોળી દીધો હતો.

Scroll to Top