Sensex Today | શેરબજારમાં આજે ‘બ્લેક મન્ડે’, સેન્સેક્સમાં 3000 પોઇન્ટનો કડાકો, 10 સેકન્ડમાં 19 લાખ કરોડ સ્વાહા

Black Monday Sensex crashes 2600 points Nifty plunges 1000

News in Brief

  • શેરબજારમાં આજે ‘બ્લેક મન્ડે’
  • 3914.75 પોઇન્ટ ઘટીને 71,449.94 પર ખુલ્યો, નિફ્ટી 1146.05 પોઇન્ટ ઘટીને 21,758.40 પર ખુલી
  • 10 સેકન્ડમાં જ ભારતીય રોકાણકારોના 19 લાખ કરોડ સ્વાહા
  • યુ.એસ.માં ટેરિફ વોર અને વધતી જતી મંદીના ભયના કારણે વિશ્વભરમાં રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો

સેન્સેક્સ ટુડે |અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 3000 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો. જ્યારે એનએસઈનો નિફ્ટી 1000 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ખુલી હતી. ગયા અઠવાડિયે ભારે ઘટાડો નોંધાયા પછી આજે સોમવારે ભારતીય શેરબજારની શરૂઆત પણ ખરાબ રહી.

એશિયન શેરબજારોમાં આવેલા તીવ્ર ઘટાડાની અસર સોમવારે અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ખુલતાની સાથે જ તૂટી પડ્યા હતા. પ્રી-ઓપન માર્કેટમાં બંનેમાં લગભગ 5 ટકાના ભારે ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો હતો. બજાર ખુલ્યું ત્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 3000 થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો. જ્યારે બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી પણ 1000થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું. ટાટા મોટર્સથી લઈને રિલાયન્સ સુધી, શરૂઆતના કારોબારમાં શેરબજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો.

યુ.એસ.માં ટેરિફ વોર અને વધતી જતી મંદીના ભયના કારણે વિશ્વભરમાં રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો છે. વૈશ્વિક બજારમા ઘટાડાને પગલે સોમવારે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો, સેન્સેક્સ 3,100 પોઈન્ટ અને નિફ્ટી 21,900ની નીચે ખુલ્યા છે. સેક્ટરલ ઇન્ડેક્સમાં 8% સુધીનો ઘટાડો નોંધો છે. પરિણામે, બધી BSE-લિસ્ટેડ કંપનીઓનું કુલ બજાર મૂડીકરણ ₹19.4 લાખ કરોડ ઘટીને ₹383.95 લાખ કરોડ થયું. સેન્સેક્સ અને નિફ્ટીના તમામ સૂચકાંકો ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલના નેતૃત્વમાં ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

સેન્સેક્સ આજે 3914.75 પોઇન્ટ ઘટીને 71,449.94 પર ખુલ્યો હતો. જે 3939.68 પોઇન્ટ ઘટીને 71,425.01 જઈ આવ્યો હતો. શુક્રવારે સેન્કેસ 75,364.69 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 1146.05 પોઇન્ટ ઘટીને 21,758.40 પર ખુલી હતી. જે 1160.8 પોઇન્ટ ઘટીને 21,743.65 પર જઇ આવી હતી. શુક્રવારે નિફ્ટી-50 22,904.45 પર બંધ રહી હતી.

શરૂઆતના સોદાઓમાં સેન્સેક્સ લગભગ 4,000 પોઈન્ટ તૂટી ગયો હતો, જ્યારે નિફ્ટી 50 21,750 થી નીચે આવી ગયો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો 10 ટકા સુધી ગબડ્યા હતા. વોલેટિલિટી ઇન્ડેક્સ ઇન્ડિયા VIX 52 ટકા વધીને લગભગ 21 પર પહોંચી ગયો હતો.BSE-લિસ્ટેડ કંપનીઓનું એકંદર બજાર મૂડીકરણ પાછલા સત્રમાં ₹403 લાખ કરોડથી વધુ ઘટીને ₹387 લાખ કરોડ થઈ જતાં રોકાણકારોએ થોડીવારમાં લગભગ ₹16 લાખ કરોડ ગુમાવ્યા હતા.

દરમિયાન રિવાવારના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જ્યાં સુધી વિશ્વના દેશો અમેરિકા સાથેનો વેપાર સરભર નહીં કરે ત્યાં સુધી તેઓ આયાત પરના તેમના જંગી ટેરિફથી પાછળ નહીં હટે. અમેરિકા અને અન્ય દેશો વચ્ચે વધતા વેપાર યુદ્ધ વચ્ચે સોમવારે સવારે ક્રૂડ ઓઇલના વાયદામાં 2.5 ટકાથી વધુનો ઘટાડો થયો હતો, જે વૈશ્વિક અર્થતંત્રને અસર કરી શકે છે.

એશિયન બજારો ડૂબી ગયા છે, અને વોલ સ્ટ્રીટમાં ગયા અઠવાડિયે ભારે ઘટાડો થયો છે. યુએસ સ્ટોક ફ્યુચર્સ પણ સતત વેચાણ દબાણ સૂચવે છે, કારણ કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા અણધાર્યા ગંભીર ટેરિફને કારણે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં મંદીની ચિંતા વધુ ઘેરી બની છે.

ટોક્યોનો નિક્કી 225 ઇન્ડેક્સ ખુલ્યા પછી તરત જ લગભગ 8% ઘટી ગયો હતો, અને બપોર સુધીમાં 6% ઘટીને 31,758.28 પર પહોંચી ગયો હતો. યુએસ ફ્યુચર્સમાં ભારે ઘટાડા બાદ સર્કિટ બ્રેકર દ્વારા ટોપિક્સ ફ્યુચર્સના વેપારને અસ્થાયી રૂપે અટકાવી દેવામાં આવ્યો હતો.

જોકે ચીની બજારો હંમેશા વૈશ્વિક વલણો સાથે સુસંગત રહેતા નથી, પરંતુ તેઓએ પણ તીવ્ર ઘટાડો અનુભવ્યો હતો. હોંગકોંગ (Hong Kong)નો હેંગ સેંગ (Hang Seng) ઇન્ડેક્સ 9.4% ઘટીને 20,703.30 પર બંધ રહ્યો, જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ 6.2% ઘટીને 3,134.98 પર બંધ રહ્યો.

અન્ય એશિયા-પેસિફિક બજારોમાં, દક્ષિણ કોરિયા (South Korea)નો કોસ્પી (Kospi) 4.1% ઘટીને 2,363.82 પર બંધ રહ્યો, અને ઓસ્ટ્રેલિયા (Australia)નો S&P/ASX 200 3.8% ઘટીને 7,377.70 પર બંધ રહ્યો, જે અગાઉ 6% થી વધુના ઘટાડાથી થોડો સુધારો થયો હતો.

ટ્રમ્પના ટેરિફથી વૈશ્વિક બજારોમાં ગભરાટ
ટ્રમ્પના ટેરિફથી વિશ્વભરના બજારોમાં ગભરાટ ફેલાયો છે. આજે એટલે કે સોમવાર ઘરેલુ શેરબજાર માટે કાળો સોમવાર સાબિત થઈ શકે છે . કારણ કે, શુક્રવાર, 4 એપ્રિલના રોજ કોવિડ-19 રોગચાળો શરૂ થયા પછી યુએસ શેરબજારોમાં સૌથી ખરાબ ટ્રેડિંગ સત્ર અને સૌથી મોટો ઘટાડો જોવા મળ્યા બાદ શેરબજારના નિષ્ણાતોએ બ્લેક મન્ડે 2.0 ની ચેતવણી આપી હતી. માર્કેટ કેપમાંથી $5 ટ્રિલિયનથી વધુનું ધોવાણ થયું હતું. 6 એપ્રિલના રોજ, ડાઉ જોન્સ ફ્યુચર્સ ૧,૪૦૫ પોઈન્ટ (૩.૭%) ઘટ્યા, જે સંભવિત ‘બ્લેક મન્ડે’નો સંકેત આપે છે. A&P 500 ફ્યુચર્સ 4.3% ઘટ્યા, અને Nasdaq-100 ફ્યુચર્સ 5.4% ઘટ્યા.

કેટલા પ્રકારના છે ટેરિફ?
1. બાઉન્ડ ટેરિફ – આયાત પર સૌથી વધુ દર
2. પ્રેફરન્શિયલ ટેરિફ- માલ પર લઘુત્તમ દર
3. મોસ્ટ-ફેવર્ડ નેશન ટેરિફ – બંનેનો સરેરાશ ટેરિફ

‘બ્લેક મન્ડે’ શું છે?
19 ઓક્ટોબર, 1987, બ્લેક મન્ડે એ એવો સમય હતો જ્યારે વિશ્વભરના બજારો તૂટી પડ્યા હતા, US ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 22.6% ઘટ્યો હતો. આ ઘટનાને પગલે વૈશ્વિક શેરબજારમાં મંદી આવી, જેના કારણે બ્લેક મન્ડે નાણાકીય ઇતિહાસના સૌથી કુખ્યાત દિવસોમાંનો એક બન્યો. તે જ દિવસે S&P 500 30% ઘટ્યો. આખો મહિનો આ અંધાધૂંધી ચાલુ રહી અને નવેમ્બર 1987 ની શરૂઆતમાં, મોટાભાગના મુખ્ય શેરબજાર સૂચકાંકોએ તેમના મૂલ્યના 20% થી વધુ ગુમાવ્યા. લગભગ એક સદી પછી, રવિવાર, 6 એપ્રિલ, 2025 ના રોજ, US માર્કેટ વિશ્લેષકએ જણાવ્યું કે US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ક્રોધાવેશને કારણે સોમવાર, 7 એપ્રિલના રોજ સમાન ‘રક્તપાત’ થવાની ચેતવણી આપી હતી.

Scroll to Top