Amreli : અમરેલી (Amreli) જિલ્લામાં બનેલો લેટરકાંડ ફરી ચર્ચામાં આવ્યો છે. પાયલ ગોટી પત્રકાંડનું ભૂત ફરી ધુણ્યું છે. જેમાં પાયલ ગોટીનો વધુ એક પત્ર સામે આવ્યો છે. એક તરફ ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણના ભણકારા વાગી રહ્યા છે તેની વચ્ચે આ પત્ર પાયલ ગોટીએ દેશના 22 લોકોને લખ્યો પત્ર લખ્યો છે. જેમાં દેશના રાષ્ટ્રપતિ, PM, કેન્દ્રીય ગૃહમંત્રી, દિલીપ સંઘાણી, જયેશ રાદડિયા, ખોડલધામ સહિતની સામાજિક સંસ્થાઓને પણ પાયલ ગોટીએ પત્ર લખ્યો છે. આ પત્રમાં સરઘસકાંડમાં સામેલ તમામની સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
Gujarat : મંત્રીમંડળના વિસ્તરણ ટાણે પાયલ ગોટીનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નરેશ પટેલ અને જયેશ રાદડિયાને સણસણતો પત્ર લખ્યો
