Surendranagar : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા કરવામાં આવેલા બફાટ અને તેમના પુસ્તકોમાં સનાતન ધર્મને નીચો બતાવતા સુરેન્દ્રનગર (Surendranagar) બ્રહ્મસમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. સ્વામિનારાયણ મંદિર કુંડળધામ અને કારેલીબાગ વડોદરા દ્વારા પ્રકાશિત લીલાચરિત્રની વાતોમાં પરશુરામ ભગવાન વિશે ટીકા ટીપ્પણીઓ કરવામાં આવી છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા વારંવાર સનાતન ધર્મના દેવી દેવતાઓ વિશે અપમાનજનક પ્રવચનો આપવામાં આવે છે તે મામલે બ્રહ્મસમાજ દ્વારા નારાજગી વ્યક્ત કરાઇ હતી અને સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી સુધી પણ કરાઈ રજૂઆત કરવામાં આવી હતી.
Gujarat : સ્વામિનારાયણ સંપ્રદાય સામે હવે બ્રહ્મ સમાજ મેદાને, ભગવાન પરશુરામનું પણ અપમાન ?
