કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુત બન્યા વાવ બેઠકના ઉમેદવાર, ટીકિટ નહીં મળતા આ નેતા નારાજ

વાવ બેઠકની પેટાચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે વાવ બેઠક પર કોંગ્રેસે થરાદના પૃર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનું વાવના ઉમેદવાર બનાવ્યા છે.

વાવ બેઠક પર ઉમેદવારની જાહેરાત

વાવ બેઠક પર ગુલાબસિંહ રાજપુતનું નામ જાહેર થતા કોંગ્રેસમાં બળવાના સુર જોવા મળ્યા છે. બનાસકાંઠા કોંગ્રેસના નેતા ઠાકરશીભાઈ રબારીની નારાજગી સામે આવી છે. તેમણે કહ્યું કે, ગુલાબસિંહ રાજપુતનું નામ જાહેર થતા મને ખુબ ખુશી છે. હું તેમનો સારથી બની કામ કરીશ. પ્રચાર કરવામાં પણ મદદ કરતો રહી છે. પાર્ટીએ જેને ટીકિટ આપી છે તેને હું મદદ કરીશ. અહીં તમને જણાવી દઈકે કોંગ્રેસના બે મોટા ઠાકોરનેતા બળદેવજી,ચંદનજી હાલ જાપાનના પ્રવાસે છે.

કોણ છે ગુલાબસિંહ રાજપુત

ગુલાબસિંહ રાજપુત બનાસકાંઠાના સુઈ તાલુકાના અસારવા ગામના રહવાસી છે. તેઓ પૂર્વ ધારાસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર છે.2019માં પરબત પટેલ સાંસદ તરીકે ચૂંટાતા થરાદ બેઠક ખાલી થઈ હતી. ત્યારબાદ આ બેઠક ખાલી થતાલ અહીંથી ગુલાબસિંહ રાજપુત પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ ઉપરત તેઓ યુથ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે. 2022થી થરાદ વિધાનસભા બેઠક પરથી ભાજપના શંકર ચૌધરી સામે હર્યા હતા.

વાવ વિધાનસભાની બેઠક પોતાના નામ કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસે ઉમેદવારી માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. ભાજપમાંથી 50 જેટલા લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસમાંથી 8 લોકો દાવો કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ અપક્ષ ઉમેદવારો પણ મેદાને ઉતર્યા છે, હાલમાં 3 ઉમેદવારોએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જેમાં ગેનીબેનના પરિવારમાંથી તેમના કૌટુંબિક કાકા ભુરાજી ઠાકોરે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કારણ કે વાવ બેઠક કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો સવાલ છે, જ્યારે ભાજપ માટે અસ્તિત્વની જંગ છે.

Scroll to Top