News in Brief
- કાંકરેજના ઉંબરી ગામમાં વીજ કરંટથી ત્રણના મોત
- ખેતરમાં ઘાસચારો લેવા ગયેલી મહિલા, બે બાળકોને વીજ કરંટ લાગ્યો
- વીજળી વિભાગની હાઇ વોલ્ટેજ લાઇન ખેતરમાંથી સાર થતી હતી
- ખેતરમાં ચાલતા ફૂવારાને કારણે આખા ખેતરમાં વીજ કરંટ ફેલાઈ ગયો હતો
- માતા-પુત્ર અને પડોશમાં રહેતી બીજી એક બાળકીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું
- ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે શિહોરી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
Banaskantha News : બનાસકાંઠા (Banaskantha)ના કાંકરેજ (Kankrej) તાલુકાનાં ઉંબરી ગામમાં ખેતરમાં ઘાસચારો (Fodder) લેવા ગયેલી મહિલા સહિત 2 બાળકોના વીજ કરંટથી મોત નિપજ્યાં છે. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે શિહોરી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે.
બનાસકાંઠાના ઉંબરી ગામ (Umbri village) માં એક મહિલા તેનો પુત્ર અને પાડોશમાં રહેતી એક બાળકી ખેતરમાં ઘાસચારો લેવા ગઇ હતી. ખેતરમાંથી વીજળી વિભાગની એક હાઇ વોલ્ટેજ લાઇન (High voltage line) પસાર થાય છે. આ વીજ લાઇનમાંથી આવતો પ્રવાહ આખા ખેતરમાં ફેલાઈ ગયો. ખેતરમાં ચાલતા ફુવારાને કારણે આખા ખેતરમાં વીજળી ફેલાઈ ગઈ. આ ઘટનાથી અજાણ મૃતક મહિલા રોજની જેમ ઘાસચારો લેવા ખેતરમાં ગઈ હતી. જોકે, ફુવારામાંથી પાણી વહેતું બંધ થતાં જ મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
આ વીજ લાઇનમાંથી આવતો પ્રવાહ આખા ખેતરમાં ફેલાઈ ગયો. ખેતરમાં ચાલતા ફુવારાને કારણે આખા ખેતરમાં વીજળી ફેલાઈ ગઈ. આ ઘટનાથી બિલકુલ અજાણ મૃતક મહિલા રોજની જેમ ઘાસચારો લેવા ખેતરમાં ગઈ હતી. જોકે, ફુવારામાંથી પાણી વહેતું બંધ થતાં જ મહિલા અને બે બાળકોના મોત નિપજ્યું હતા. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે શિહોરી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટના બાદ શિહોરી પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.