Accident : વડોદરામાં ફરી રક્ષિતકાંડ થતા રહી ગયો, દારૂના નશામાં કાર ચાલકે 3 વાહનને અડફેટે લીધા

Drunk driver hit three vehicle in Vadodara three injured
  • અકસ્માત પછી કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ સ્થળ પર હાજર લોકોએ પકડી લીધો
  • આરોપી પોતાનું નામ પણ વ્યવસ્થિત બોલી નહોતો શકતો
  • લોકો આરોપીને માંજલપુર પોલીસના હવાલે કર્યો

Vadodara Accident : શહેરમાં પૂરપાટ ઝડપે અને દારૂ પી વાહન ચલાવનાર શખસો છાસવારે સામાન્યથી લઇ જીવલેણ અકસ્માત સર્જી રહ્યા છે ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે. શહેરના વડસર જીઆઈડીસી બ્રિજ પર દારૂના નશામાં ધૂત કાર ચાલકે ત્રણ વાહનને અડફટે લેતા ત્રણ વ્યક્તિને ઈજા પહોંચ છે. અકસ્માત બાદ કાર ચાલકે ભાગી જવાની કોશિશ કરી હતી પરંતુ તેણે ચિક્કાર નશો કર્યો હોય તે ચાલી પણ શકતો ન હતો. અહીં લોકો એકત્ર થયા હોય તેણે તેને ઝડલી લીધો હતો અને મેથીપાક ચખાડ્યો હતો.

રાજ્યમાં બેફામ કાર ચાલકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. વડોદરા શહેરમાં દારૂનો નશો કરી બેફામ કાર હંકારતા વધુ કાર ચાલકે અકસ્માત કર્યો છે. વડસર જીઆઈડીસી બ્રિજ પર દારૂના નશામાં કાર ચાલકે બાઇક, એક્ટિવા અને કારને અડફેટે લીધા હતા. જેમાંથી એક્ટિવા સવાર દંપતી ઈજાગ્રસ્તો થયું છે. અકસ્માત પછી કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થળ પર હાજર લોકોએ પીછો કરીને કાર ચાલકને પકડી લીધો હતો.

કારમાંથી બહાર કાઢતા શખ્સ દારૂના નશામાં જોવા મળ્યો હતો. આરોપી શખ્સ પોતાનું નામ પણ વ્યવસ્થિત બોલી નહોતો શકતો. લોકો આરોપીને માંજલપુર પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે કાર ચાલકની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે વડોદરામાં 13 માર્ચે માર્ચે હોલિકા દહનની મોડી રાત્રે શહેરના કારેલીબાગ વિસ્તારમાં વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે બેફામ કાર ચલાવી રક્ષિત ચૌરરિસા (વારાણસી, ઉત્તર પ્રદેશ)એ આઠ લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા, જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં કૂલ એક બાળક અને એક બાળકી સહિત 7ને ઈજા થઈ હતી. આરોપીએ અકસ્માત સર્જયો ત્યારે હાજર લોકોએ આરોપીને ઢોર માર માર્યો હતો. અકસ્માતની ઘટનામાં આરોપી રક્ષિત ચૌરસિયા સામે સાપરાધ મનુષ્યવધ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી રક્ષિત ચૌરસિયા એમ.એસ.યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરે છે.


વડોદરા રક્ષિતકાંડમાં મોટો ખુલાસો,રક્ષિત ચૌરસિયાએ ગાંજો પી અકસ્માત સર્જયો હતો

 

Scroll to Top