American President : દુનિયાની સામે પહેલીવાર આવ્યું અમેરિકાનું ગોલ્ડ કાર્ડ

Donald Trump : અમેરિકા (America) માં છેલ્લા કેટલાક દિવસથી એ ચર્ચા હતી કે ટ્રમ્પનું ગોલ્ડ કાર્ડ કેવું હશે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાની સામે પહેલીવાર તેનું ગોલ્ડ કાર્ડ બતાવ્યું હતું. જોકે તમામ લોકો વિચારમાં મુકાઈ ચુક્યા છે કે ગોલ્ડ કાર્ડમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની તસ્વીર કેમ ? જેમાં સોનેરી રંગના કાર્ડ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર છે. જો કે આ કાર્ડ ખરીદવું અઘરું છે.

અમેરિકાની નાગરિકતામાં ટ્રમ્પ ના આવ્યા બાદ અનેક ફેરફારો થયા
અમેરિકા (America) માં બીજી વખત પ્રેસિડેન્ટ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા (America) ની નીતિઓમાં સતત બદલાવ કરી રહ્યા છે. જોકે ટ્રમ્પ સત્તા પર આવ્યા ત્યારે એટલે કે 20મી જાન્યુઆરીના રોજ તેમને અનેક એવા બદલવો માટે એક્ષ્યુકીટીવ ઓર્ડર પર સાઈન કરી હતી. જોકે ડોનાલ્ડ ટ્રમ્પએ દુનિયાની સામે તેમના દેશમાં આવવા માટે 5 મિલિયન ડોલર આપીને નાગરિકતા મેળવી શકે છે. આ કાર્ડ એ અમીર પ્રવાસીઓ માટે છે. જેઓ અમેરિકા (America) ની કાયમી નાગરિકતા ઈચ્છે છે. ડોનાલ્ડ ટમ્પે આ ગોલ્ડ કાર્ડ દુનિયા સામે રજૂ કર્યું છે.

શું ડોનાલ્ડ ટ્રમ્પએ બતાવેલું ગોલ્ડ કાર્ડ સેલ આઉટ થઇ ગયા !

અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ તેમના વિમાનમાં જઈ રહ્યા હતા ત્યારે પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. આ વાતચીત દરમિયાન અચાનક ડોનાલ્ડ ટ્રમ્પએ સોનેરી રંગનું એક કાર્ડ બતાવ્યું જેમાં તેમની તસવીર હતી. આ સોનેરી કલરના કાર્ડની કિંમત 5 મિલિયન એટલે ભારતીય કિંમત પ્રમાણે આશરે 43 કરોડ અને 55 લાખ રૂપિયા થાય છે. જો કે અમેરિકી કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિકે દાવો કર્યો છે કે અમેરિકા (America) ની સરકારે એક જ દિવસમાં 1 હજાર ગોલ્ડ કાર્ડ વેચી દીધા છે. આ કાર્ડ દ્વારા અમેરિકા (America) નું લક્ષ્ય દુનિયાભરમાંથી અમીર લોકોને અમેરિકા લાવવાનું છે. જેઓ અમેરિકા આવીને દેશમાં નોકરીની તકો વધારે.

Scroll to Top