Bharuch : ઝઘડિયા GIDC માં બ્રિટાનિયા કંપની સામે કર્મચારીઓએ મોરચો માંડ્યો

Gujarat : ભરૂચ (Bharuch) ની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ બિસ્કીટ બનાવતી જાણીતી બ્રિટાનિયા કંપનીના કામદારો પગાર વધારા સહિતની માંગને લઈ હડતાલ પર ઉતર્યા છે. અને માંગ નહિ સ્વીકારતા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આ માંગ સાથે ભરૂચ (Bharuch) જિલ્લાના સામાજિક આગેવાનો અને બ્રિટાનિયા કંપનીના 311 કર્મચારીઓ પણ જોડાય હતા.

10 દિવસથી હડતાળ પર બેઠા કંપનીના 311 કર્મચારીઓ
ભરૂચ (Bharuch) ના ઝઘડિયા GIDCમાં આવેલ બિસ્કિટ બનાવતી બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ છેલ્લા 10 દિવસ કરતા વધારે સમયથી હડતાલ પર ઉતર્યા છે. હડતાલ પર ઉતારેલા કંપનીના 311 કર્મચારીઓએ પગાર વધારા સહિત અન્ય પડતર પ્રશ્નોને લઈ 10 દિવસથી હડતાલ બેઠા છે. ત્યારે કામદારોની વાહરે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આગેવાનો આવ્યા હતા. જેઓએ કંપની મેનેજમેન્ટ સાથે બેઠક કરી હતી અને મંગળવાર સુધીમાં કામદારોના પ્રશ્નોનું નિરાકરણ કરવા ખાતરી કંપની દ્વારા આપવામાં આવી હતી. જોકે મંગળવાર બાદ પણ કામદારોના પ્રશ્નનું નિરાકરણ ન આવતા આગેવાનો દ્વારા ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે કામદારોની પગાર વધારા સહિતની જે માંગ છે તે સંતોષવામાં આવે અને જો માંગ ન સંતોષાય તો કંપનીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

કર્મચારીઓના વ્હારે કયા ક્યાં નેતાઓ આવ્યા
ભરૂચ (Bharuch) લોકસભાના સાંસદ મનસુખ વસાવા અને ભરૂચ જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓના હડતાલ ના સમર્થનમાં આવ્યા હતા. બંને નેતાઓ દ્વારા કંપનીના માલિકો સાથે બંધ બારણે એક બેઠક કરવા માટે પણ બંને નેતાઓ ત્યાં પહોંચ્યા હતા અને કંપનીના માલિકોએ ખાતરી પણ આપી હતી કે મંગળવાર સુધીમાં આ કર્મચારીઓની માંગણીઓ સંતોસવામાં આવશે પણ એ થયું નહિ.

311 કર્મચારીઓની બ્રિટાનિયા કંપની સામે મુખ્ય માંગણી
ભરૂચ (Bharuch) GIDC માં આવેલી બ્રિટાનિયા બિસ્કિટની કંપનીના 311 કર્મચારીઓ છેલ્લા 10 દિવસ કરતા વધારે સમયથી હડતાલ પર છે. આ તમામ કર્મચારીઓની માંગણી છે કે તેમનો પગાર વધારો કરવામાં આવે અને સાથે અન્ય પડતર પ્રશ્નોનું નિરાકરણ આવે અને જો આ પ્રશ્નોનું નિરાકરણ ના કરવામાં આવ્યું તો આગામી દિવસોમાં બ્રિટાનિયા બિસ્કિટ કંપનીને તાળા બંધી કરવામાં આવશે અને આંદોલન દરમિયાન જે કાઈ પણ થશે તેની જવાબદારી જિલ્લા વહીવટી તંત્રને રહેશે તેવો આક્રોશ પણ સામાજિક આગેવાનોએ વ્યક્ત કર્યો હતો.

Scroll to Top