BJP જીલ્લા પ્રમુખનું લિસ્ટ કોણે વાઇરલ કર્યું હતું અને હવે એમના પર શું કાર્યવાહી થઈ ?

BJP : તાજેતરમાં ભાજપના જીલ્લા અને શહેર પ્રમુખોની યાદી લીક થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર આ યાદી ફરતી થઈ ગઈ હતી.  35 જિલ્લા પ્રમુખોના નામની આ યાદી વાઈરલ થઈ હતી.  જેમાં કેટલાક જિલ્લા અને શહેરોમાં નામોની જાહેરાત થઈ જ ગઈ  હતી. પણ કેટલાક જિલ્લા અને શહેરોમાં નામોની જાહેરાત હજુ બાકી છે અને એ પહેલા આ માહિતી લીક થઈ હતી. સામાન્ય રીતે નામોને લઈને ભાજપ છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ બનાવી રાખે છે જો કે આ વખતે નામોની જાહેરાત પહેલા જ આ યાદી લીક થઈ ગઈ હતી. હવે આ મામલે ભાજપ સંગઠન દ્વારા પગલાં ભરવામાં આવ્યા છે. ભાજપ પ્રમુખનું લિસ્ટ વાઈરલ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Scroll to Top