Swaminarayan સાધુ સામે મણિધરબાપુનો મોરચો, સનાતન પ્રેમીઓને કરી મોટી હાકલ

Swaminarayan News : છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સ્વામિનારાયણ સંતોનો પુરજોશમાં ઠેર ઠેર વિરોધ શરૂ થયો છે. આનુ કારણ સ્વામિનારાયણ સંત દ્વારા અવારનવાર સનાતન ધર્મ અને હિન્દુ દેવી-દેવતાઓ વિશે કરવામાં આવતી ટિપ્પણીઓ છે. હાલમાં જ રાજકોટ નજીક આવેલ સરધાર સ્વામિનારાયણ મંદિરનાં સ્વામી દ્વારા હિન્દુ ધર્મ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી,

શું હતો સમગ્ર વિવાદ
રાજકોટ નજીક આવેલા સરધાર સ્વામિનારાયણ મંદિરનાં સ્વામી દ્વારા વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપતા સંતો તેમજ ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સરધાર સ્વામિનારાયણ મંદિરના સાધુઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓ પર વિવાદાસ્પદ નિવેદન આપતા મામલો ગરમાયો છે. નિત્યસ્વરૂપદાસ નામનાં સ્વામીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહે છે બ્રહ્મા જેવા તો ભગવાને અબજો ખડકી દીધા છે. સ્વામિનારાયણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશને બનાવ્યા છે. તેત્રીસ કરોડ દેવતાઓનું ઝૂમખું બનાવ્યું છે. ભગવાન સ્વામિનારાયણનાં અબજો મેનેજર છે. છેલ્લી ક્વૉલિટીનાં મેનેજર પાસે અબજો દાસ છે. શાખાઓ વધી ગઈ એમ દેવતાઓ બનાવ્યા છે. બધાય ભગવાન સ્વામિનારાયણના મેનેજર છે. સ્વામિનારાયણને મેનેજર દેવી-દેવતાઓને વર્ણવ્યા છે. તેમજ હિન્દુ દેવી- દેવતાઓની તુચ્છ મેનેજર તરીકે ગણના કરી છે. સ્વામીનારાયણ સંપ્રદાયનાં નિત્યસ્વરૂપ સ્વામીનો વીડિયો વાયરલ થયા બાદ સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે હવે, મોગલધામ કબરાઉના મણીધર બાપુ છેલ્લા 2 દિવસથી અનશન પર બેઠા છે. મણિધરબાપુએ સનાતન પ્રેમીઓને મોટી હાકલ કરી છે.

Scroll to Top