BJP : 6 એપ્રિલ 1980 ભારતીય જનતા પાર્ટીના એ સ્થાપના દિવસની અત્યારે ચર્ચા એ ખૂબ ચાલી રહી છે 6 એપ્રિલની ચર્ચા ગુજરાતના સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અંદર 6 એપ્રિલની ચર્ચા ચાલી રહી છે. 6 એપ્રિલના રોજ એ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને એ જ સ્થાપના દિવસના નિમિત્તે ગુજરાતની અંદર ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે એવી શક્યતાઓ અત્યારે પૂરજોશની અંદર ચાલી રહી છે અને શક્યતા એવી પણ છે કે આ પ્રદેશ અધ્યક્ષ સૌરાષ્ટ્રમાંથી આવે.
ખૂબ જ લાંબા સમયથી એક બાદ એક મુદતમાં એ વધારો થઈ રહ્યો છે કે ભાજપના ગુજરાતની સાથે સાથે રાષ્ટ્રીય કક્ષાના સંગઠનની પુનઃરચના થશે તેવા સંકેતો મળ્યા છે. આ સપ્તાહમાં તારીખ 6 એપ્રિલ કે તે પૂર્વે જ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને તારીખ 10 એપ્રિલ સુધીમાં ભાજપને નવા રાષ્ટ્રીય પ્રમુખની નિયુક્તિ થઈ જશે તેવા નિશ્ચિત સંકેત હવે મળી ચૂક્યા છે ગુજરાતના વર્તમાન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલથી લઈને રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા તમામ સંગઠન એક્સટેન્શન પર ચાલી રહ્યું છે. ભાજપે ગત વર્ષે લોકસભા ચૂંટણી બાદ જે રીતે ડિસેમ્બરથી નવા સંગઠનની રચનાની કામગીરી શરૂ કરી હતી તે સંગઠનની કામગીરી હવે એપ્રિલ માસ આવતા હજુ ગુજરાત સહિત 18 રાજ્યોમાં નવા સંગઠનની રચના બાકી છે અને રાષ્ટ્રીય કક્ષાએ પણ આ જ પ્રક્રિયા કરવા માટે 50% રાજ્યોમાં નવું સંગઠન જરૂરી છે પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ ગુજરાત સહિત પાંચ થી છ રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખ નિયુક્ત થઈ જશે.
6 એપ્રિલ પૂર્વે બાદમાં રાષ્ટ્રીય કક્ષાએ પણ નવા રાષ્ટ્રીય પ્રમુખ સહિતની પ્રક્રિયા શરૂ થવાની છે જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાગપુર યાત્રા યોગી આદિત્યનાથની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક કલાક સુધીની મેરેથોન બેઠક અને ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પીપી નડ્ડાની એક બાદ એક વરિષ્ઠ નેતાઓ સાથેની બેઠક પછી હવે માળખું નિશ્ચિત થશે લાગી રહ્યું છે તેવી માહિતી એ સૂત્રો તરફથી મળી રહી છે ગુજરાતમાં તારીખ 4 એપ્રિલના સંસદના સત્રની સમાપ્તિ બાદ કોઈપણ સમયે નવા અધ્યક્ષ આવશે અને તે પછી તારીખ 10 સુધીમાં નવા રાષ્ટ્રીય પ્રમુખ પણ મળી જશે એવી માહિતી હાલ મળી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ હવે ભાજપના નવા સંગઠનમાં ખાસ કરીને રાષ્ટ્રીય પ્રમુખ નક્કી કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ અને સાથે જ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની ભૂમિકા મુખ્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યસ્ત છે અને સાથે જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પાસે એ આંતરિક પડકારોની કામગીરી છે જેથી ભાજપને હવે એક એવા અધ્યક્ષની જરૂર છે જે ખુદ સંગઠન સંબંધિત નિર્ણય લઈ શકે અને રાજ્યોના સંગઠનને પણ એ દોરી શકે જેથી જ હવે કોઈ અનુભવી મહામંત્રી પર પસંદગી થાય તો પણ આશ્ચર્ય નહીં.
ગુજરાતની અંદર પણ પ્રદેશ અધ્યક્ષ ને લઈને ચર્ચાઓ એવી જ ચાલી રહી છે કે સંગઠનનો બહોળો અનુભવ ધરાવતા કોઈ એક વ્યક્તિના માથે આ આખો કાર્યભાર આપવામાં આવે કેમ કે ગુજરાતની અંદર જે પ્રકારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ધીરે ધીરે સક્રિય થઈ રહી છે કેમ કે દિલ્હીની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપનું શાસન ન હતું અને પરંતુ એક જ વખતે એક જ ચૂંટણીમાં ભાજપનું શાસન આવ્યું અને જ્યાં કેજરીવાલનું એ 10 વર્ષનું શાસન હતું એ પણ પાડી બતાવ્યું આવ્યું તો હવે પણ એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એવું વિચારી રહી છે કે ભાજપની અંદર જે ગુજરાતમાં એક હથ્થું શાસન ચાલી રહ્યું છે શાસન પાડવા માટે ગુજરાતથી શરૂ કરવી પડશે આ લડાઈ અને એ જ લડાઈ લડવા માટે આ બંને રાજકીય પક્ષો એ ગુજરાત આવી ગયા છે જો કે આ લડાઈને સામે મજબૂતાઈથી લડત આપી શકે એવા પ્રમુખની જરૂર છે.
સામાન્ય રીતે ભાજપના બંધારણ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી એક પ્રક્રિયા છે જેમાં પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય ડેલિગેટની ભૂમિકા એ મહત્વની છે અને દરેક રાજ્યમાં આ પ્રકારે ડેલિગેટ નિશ્ચિત થાય છે જો કે પ્રથમ વખત ભાજપે રાષ્ટ્રીય પ્રમુખ નક્કી કરવા એક કમિટી બનાવી હોવાના અહેવાલ સામે આવ્યા છે અને આ અહેવાલ એટલા માટે સામે આવી રહ્યા છે કે નાગપુર સ્થિત આરએસએસ ભવન સાથેની મુલાકાત બાદ અનેક તર્ક વિતર્કો સામે આવ્યા છે આ કમિટીની અંદર એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા રાજનાથસિંહ બીએલ સંતોષ સુરેશ સોની અને અરુણકુમાર એમ આ કમિટીમાં સંઘના ત્રણ પ્રતિનિધિઓનો પણ સમાવેશ છે જ્યારે આ કમિટીની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ નથી પરંતુ આખરી મહોર લગાવવા માટેની જવાબદારી પણ આ બંનેના શિરે છે જો કે આ કમિટીમાં કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી જેથી કોઈ ખુલીને પણ સામે નથી આવી રહ્યું એક તરફ ભાજપનો સ્થાપના દિવસ આવી રહ્યો છે ત્યારે 6 એપ્રિલ પહેલા ગુજરાત ભાજપને જો સત્તાવાર અધ્યક્ષ મળે છે તો તેમનો પદ ગ્રહણ સમારોહ પણ ભાજપના સ્થાપના દિવસના દિવસે થાય તેવી શક્યતાઓ ગુજરાત ભાજપના સંગઠનની અંદર અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે.
ગુજરાત ભાજપને નવા અધ્યક્ષ એ સૌરાષ્ટ્રથી મળશે કે પછી ફરી એક વખત દક્ષિણ ગુજરાત તરફ મંડાણ થશે જો કે ગુજરાત ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ એ દક્ષિણ ગુજરાતની આવી રહ્યા છે જેમના પહેલા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જીતુ વાઘાણી કે જેઓ સૌરાષ્ટ્રથી આવી રહ્યા હતા અને કદાચ અત્યારે હાલની પરિસ્થિતિના મુજબ ઓબીસી પ્રમુખ પદ પર આવે તો નવાય નહીં અને જેથી સંગઠનની અંદર પણ એ ચર્ચાઓ ચાલી રહી છે અને બે ચાર નામો એ ખૂબ ચર્ચાની અંદર છે.
ચર્ચા એ પણ ચાલી રહી છે કે જે કોઈ પણ વ્યક્તિ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે આવશે તેની સામે પડકારો અનેક હશે પરંતુ એ પડકારોને ઝીલવા માટેની તેનામાં ક્ષમતા પણ હશે અને તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુડબુકમાં પણ હશે.