છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય ચર્ચાનો વિષય બન્યો છે. સંપ્રદાયના સાધુઓના બફાટના કારણે તેઓ ચર્ચામાં આવ્યા છે. એક તરફ કચ્છમાં આવેલા મોગલધામ મંદિરના મણિધરબાપુ અનશન પર બેઠા છે. ત્યારે તેમના સમર્થનમાં ગુજરાતભરના સાધુ સંતો અને એક સામાન્ય લોકો જે હિન્દુત્વમાં માને છે તે મેદાને આવ્યા છે મહુવામાં એક ખેડૂત જે પણ આજે એક મંદિર ખાતે અનશન પર બેઠા છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક એવા સ્વામીઓ જે ગાદી ઉપર બેસી અને સનાતન ધર્મને બદનામ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે તેવા આરોપ સાથે હવે સનાતન ધર્મના સાધુ સંતો અને સનાતન ધર્મમાં માનતા એ લોકો કે જેવો મેદાને આવ્યા છે અને કહી રહ્યા છે કે જે પણ સ્વામીએ આવું બોલ્યું છે તેમણે બફાટ કર્યું છે એમની પાસે માફી માંગવી જોઈએ અને ખાસ કરીને એમની બૂકો છે જે એ બુકોની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યા છે હિન્દુ ધર્મને લઈને એ પણ ભૂસી નાખવામાં આવે એ બુક પરથી હટાવી દેવામાં આવે તેવી માંગ સાથે હવે ઉગ્ર વિરોધ સ્વામિનારાયણ સંપ્રદાય સામે જોવા મળી રહ્યો છે.
મહુવાના ખેડૂત કે જેમનું નામ ભરતસિંહ છે એમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કે જેઓ પણ એ મણિધર બાપુના સમર્થનમાં આવ્યા છે તો મણિધર બાપુ કચ્છની અંદર અનશન પર ઉતર્યા હતા તો બીજી તરફ એ મહુવાના એક ખેડૂત એ ભરતસિંહ કે જેઓ ત્યાં એક આવેલા મંદિર ખાતે અનસન પર ઉતર્યા છે.