અમદાવાદમાં પાલતુ શ્વાન મુદ્દે અસામાજિક તત્વોનો આતંક, 3 સભ્યોએ વૃદ્ધને માર માર્યો

three man attack on elderly man in krishnanagar ahmedabad over dog issue
  • અમદાવાદના કૃષ્ણનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા
  • શ્વાને-લઘુશંકા કરતા આધેડને માર મારી બબાલ કરી
  • અસામાજિક તત્વોમાં જાણે નથી રહ્યો પોલીસનો ડર

અમદાવાદમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેના કારણે પોલીસની કામગીરી સામે સવાલો થઇ રહ્યાં છે. ત્યારે કૃષ્ણનગર વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકનો વીડિયો સામે આવ્યો છે. જેમાં શ્વાને લઘુશંકા કરવા મુદ્દે ત્રણ શખ્સોએ આધેડને માર માર્યો હતો. આરોપીઓએ વૃદ્ધને મારમારી ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ઘટના બાદ સામાજિક તત્વોમાં પોલીસનો ડર જ નથી કે પછી પોલીસ જ તેમને છાવરી રહીં છે તેવા સવાલો ઉભા થઇ રહ્યાં છે.

અમદવાદના કૃષ્ણનગર વિસ્તારમાં અસામાજિક તત્વો ફરી એકવાર બેફામ બન્યા છે. મંગળવારે સાંજના સમયે એક પરિવારના ત્રણ સભ્યો શ્વાનને લઇને રસ્તા પર નીકળ્યા હતા. ત્યારે રસ્તા પર કુતરાને લઘુશંકા કરાવતા હીરાલાલ પરમારે ટપારતા ત્રણ શખ્સો ઉશ્કેરાય ગયા હતા. બોલચાલી દરમિયાન મામલો ઉગ્ર બનતા ત્રણેય યુવકોએ વૃદ્ધને લાફા મારી ગડદા પાટુનો માર મારી લાકડી ફટકારી હતી. આ સમયે એક મહિલાએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારતા હતા. મહિલાને વીડિયો ઉતરાત જોઇ આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા અને મહિલાને અપશબ્દો બોલી માર મારવાની ધમકી આપી હતી. ઘટનાની જાણ થતાની સાથે કૃષ્ણનગર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે વૃદ્ધા પર હુલમો કરનાર ત્રણ શખ્સો પરશુરામ સિપા, શ્રીકાંત સિપા અને સની સિપા સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ધોળે દિવસે ગુનાખોરી વધતી જાય છે, પોલીસના અથાગ પ્રયત્ન પછી પણ લુખ્ખા તત્વો તોડફોડ, મારામારીની ઘટનાને અંજામ આપી રહ્યાં છે. લુખ્ખાતત્વો સામે કાર્યવાહી કરવામાં પોલીસ ઉણી ઉતરતા લુખ્ખાઓ ફુલી ફાલી રહ્યાં છે.


આ પણ વાંચોઃ Surendranagar : મહાનગરપાલિકા સામે જનતાનો આક્રોશ, રાજૂ કરપડા પોલીસ પર ગુસ્સે થઇ અધિકારીનો પર બગડ્યા !

આ પણ વાંચોઃ Surendranagar : ગુજરાતનું કોઈએ નાનું શહેર ઉડાવી શકે એટલો વિસ્ફોટક જથ્થો સુરેન્દ્રનગરમાંથી પકડાયો

 

Scroll to Top