Ahemedabad : પ્રજાના સાચા મિત્રની ભૂમિકા શહેર પોલીસે નિભાવી, ચોરીના 8 લાખના મોબાઈલ માલિકોને પરત આપ્યા

Ahemebadad Police : અમદાવાદ (Ahemedabad) જેવા મોટા અને ગીચ વસ્તી ધરાવતા શહેરમાં દરરોજ અઢળક ચોરીની ઘટના બનતી હોય છે.જેમાં મોબાઈલ, પર્સ અને પૈસા ચોરાવાની ઘટના વધુ બને છે. અને આવા બનાવમાં મોટે ભાગે લોકો ચોરાયેલ મુદ્દામાલને પરત મેળવવાની પ્રક્રીયાથી અજાણ હોવાને કારણે પોતાની ખોવાયેલી વસ્તુઓથી હાથ ધોઈ બેસે છે. પોલીસને પણ મળેલ વસ્તુઓ પરત કરવામાં મુશ્કેલી પડતી હોય છે. આવા બનાવ માટે ગુજરાત સરકાર દ્વારા તેરા તુજકો અર્પણ નામનો કાર્યક્રમનો અમલ કરવામાં આવ્યો છે.

અમદાવાદ પોલીસ કેવી રીતે શોધ્યા ચોરીના મોબાઈલ 

આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ (Ahemedabad) ના જે ડીવીઝનના ACP પ્રદીપસિંહ જાડેજા (PradipSinh Jadeja) ના માર્ગદર્શન હેઠળ ઝોન 06 વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં ચોરી થયેલા મોબાઈલ-ફોન ઝોન 06ની એલસીબી તથા ટેકનીકલ સેલની ટીમ દ્વારા CEIR પોર્ટલની મદદથી ચોરાયેલા કુલ 55 મોબાઈલો શોધી કાઢવામાં આવ્યા અને મૂળ માલિકોને પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવીને તાત્કાલિક પરત કરવામાં આવ્યા હતા. ACP પ્રદિપસિંહ જાડેજા (PradipSinh Jadeja) અને તેમની ટીમ દ્વારા છેલ્લા 6 મહિનાથી દરેક ચોરી થયેલા મોબાઇલના ડેટાની ટેકનિકલ એનલિસીશ કરી રહ્યા હતા. જેના માટે દરેક પોલીસ સ્ટેશનમાંથી વિગતો મંગાવીને કામગીરી કરવામાં આવતી હતી.

શહેરની જનતાના ખરા રક્ષક અમદાવાદ પોલીસ

અમદાવાદ (Ahemedabad) શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યકર્મના ભાગરૂપે થોડા દિવસોમાં જ આશરે સાડા આઠ લાખ રૂપિયા જેટલી રકમના મોબાઈલ-ફોન પરત આપવામાં આવ્યા છે.મોબાઈલ ફોન પરત મળ્યા બાદ મૂળ માલિકોએ અમદાવાદ (Ahemedabad) શહેર પોલીસ અને ઝોન 06ના પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના બાદ સાચા અર્થમાં કહી શકાય કે પોલીસ પ્રજાની મિત્ર છે. કેમકે અમદાવાદ (Ahemedabad) શહેર પોલીસની છબી કેવી છે એ સૌ કોઈ જાણે છે. થોડા દિવસ પહેલા શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં બનેલી ઘટના બાદ અમદાવાદ (Ahemedabad) ના મોટા ભાગના પોલીસ ઇન્સ્પેકટરોની બદલી કરવામાં આવી હતી. આ સાથે લિવ રિજર્વ પર રહેલા અધિકારીઓને પોસ્ટિંગ પણ આપવામાં આવ્યું હતું.

Scroll to Top