Surendranagar : ચોટીલામાંથી મોટી સંખ્યામાં વિસ્ફોટક પદાર્થનો જથ્થો ઝડપાયો ઝડપી પાડ્યો છે. રેડની કામગીરી દરમિયાન 4 ગોડાઉન પણ સીલ કરવામાં આવ્યા હતા. ચોટીલા પ્રાંત અધિકારીએ વિસ્ફોટક પદાર્થોના સંગ્રહ અને વેચાણના 4 ગોડાઉનો પર દરોડા પાડીને મોટી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડામાં રૂ. 67 લાખની કિંમતનો વિસ્ફોટક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં ચોટીલા, નાવા, મેવાસા અને સરસાણા વિસ્તારોમાં આવેલા આ ગોડાઉનો માંથી જથ્થો જપ્ત કરી લેવાયો હતો. દરોડા દરમિયાન ખનન કાર્યો માટે ઉપયોગમાં લેવાતા વિસ્ફોટક પદાર્થોનો જથ્થો જપ્ત કરાયો હતો. જેમાં એલ્યુમિનિયમ સુપર, ઇલેક્ટ્રિક ડિટોનેટેડ, સોલાર કાર્ડ, ઇકો પ્રાઇમ સુપર પાવર-90 જેવા વિસ્ફોટકોનો સમાવેશ થાય છે.
Surendranagar : ગુજરાતનું કોઈએ નાનું શહેર ઉડાવી શકે એટલો વિસ્ફોટક જથ્થો સુરેન્દ્રનગરમાંથી પકડાયો
