Swaminarayan સંપ્રદાયના લંપટ સંતોના વાણી વિલાસનો વિરોધ, કબરાઉમાં બાપુના આમરણાંત ઉપવાસ શરૂ

Mogaldham mahant Manidhar bapu go two day fast from today on swaminarayan monk remark
  • Swaminarayan સંતોના બેફામ નિવેદનને લઇ ભારે રોષ
  • બે દિવસ બાદ ભુજમાં સ્વામિનારાય સંપ્રદાયના મંદિરોમાં હલ્લાબોલ કરશે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા હિન્દુ સમાજના લોકોની લાગણી દુભાય તેવા નિવેદનો આપી રહ્યાં છે. સ્વામિનારાયણ સંતો દ્વારા થયેલા વાણી વિલાસ લઈને કબરાઉ મોગલ ધામના મહંત ચારણ ઋષિ મણીધર બાપુ આજથી બે દિવસ માટે અનશન પર બેઠા છે. ત્યાર બાદ ભુજમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં હલ્લાબોલ કરવાની ચિમકી ઉચ્ચારી છે.

કબરાઉ મોગલધામના મહંત ચારણ ઋષિ એવા મણીધર બાપુ આજથી મોગલધામમાં આમરણાંત ઉપરવાસ અનશન પર બેઠા છે. ચારણ ઋષિબાપુ અન્ય સંતો સાથે મળીને અનશન પર બેસશે. બાપુએ કહ્યું કે હવે સહન થતુ નથી. ધર્મ માટે, દેશ માટે, અઢારેય વરણ માટે અનુષ્ઠાનમાં બેસવાનો છું, સંતાન ધર્મ પર ઘા થવા માંડ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, સહિત દેવી દેવતાઓ પર બેફામ નિવેદન આપી રહ્યાં છે.

સમાજને કહ્યું કે હવે આપ સૌ બહાર આવો. આપણે સાથે મળીને પાઠ ભણાવવાનો છે. સંતો બાપુ સાથે જોડાયા છે. મને કોઈ ધમકીથી ફરક પડતો નથી. બે દિવસ હું મોગલધામ પર બેસીશ ત્યાર બાદ ભુજમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં હલ્લાબોલ થશે.  બાપુએ અઢારેય વરણને એક થઇ વિરોધ કરવા હાકલ કરી છે. મોગલ ધામ કબરાઉના ગાદીપતિ મણિધર બાપુએ અગાઉ કહ્યું હતું કે ધર્મ માટે જરૂર પડશે તો તલવાર ઉપાડવાની અને ખપી જવાની તાકાત પણ છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાય સંપ્રદાયના સંતો દ્વારા લોકોની લાગણી દુભાય તેવા નિવેદનો સામે આવી રહ્યા છે. થોડાક દિવસ પહેલાં વિરપુરમાં બિરાજમાન જલારામ બાપા વિશે જ્ઞાનપ્રકાશ સ્વામીએ નિવેદન કર્યું હતું. તેના બે-ત્રણ દિવસથી સુરતના વેડ રોડ સ્થિત આવેલા ગુરુકુળના નિલકંઠચરણ સ્વામિએ ભગવાન દ્વારકાધીશજી અંગે કરેલા નિવેદન અને શ્રીજી સંકલ્પ મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો નામના પુસ્તકમાં લખાણનો વિરોધ થઈ રહ્યો છે. ત્યાર બાદ રાજકોટના સરદાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી નિત્યસવરૂપદાસજીનો જુનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ બધા ભગવાનને સ્વામિનારાયણ ભગવાનના મેનેજર કહ્યાં હતા.

અમે સનાતન ધર્મ અકબંધ રહે તે માટે કામ કરીએ છીએ : અશોક રાવલ
હિન્દુ દેવી-દેવતાઓ અંગે અપમાનજનક નિવેદન આપતા સ્વામિનારાયણ સંપ્રદાયનાં કેટલાક સંતોનાં વીડિયો એક પછી એક સામે આવતા ભારે વિવાદ વકર્યો છે. આ મુદ્દે હવે વિશ્વ હિન્દુ પરિષદ નાં કેન્દ્રીય પ્રબંધન કમિટીનાં સભ્ય અશોક રાવલે જણાવ્યું કે, અમે સનાતન ધર્મ અકબંધ રહે તે માટે કામ કરીએ છીએ. આચાર્ય મહારાજજી એ તાજેતરમાં બફાટ કરતા સ્વામીઓને ચેતવણી આપી હતી, છતાં સ્વામીઓ આઘાતજનક ટિપ્પણી કરી રહ્યા છે.


આ પણ વાંચોઃ Surat : સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સ્વામી સામે હરિભક્તોમાં આક્રોશ, લંપટ સ્વામીને સંપ્રદાયમાંથી હાંકી કાઢવા માંગ

આ પણ વાંચોઃ બફાટ કરતા Swaminarayan ના સંતો સામે SP સ્વામીનો ધ્રુજારો, કહ્યું, આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ જ છે

Scroll to Top