Surat : સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સામે લોકોમાં રોષ ફૂટી નીકળ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ઘનશ્યામ કંટારીએ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. બાળક સાથે અયોગ્ય વર્તન કર્યાનું સામે આવ્યા બાદ પરિવારજનો સહિત લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. નવસારીના બાળક સાથે અયોગ્ય કૃત્ય કરનાર લંપટ સ્વામી ઘનશ્યામ કંડારી સામે સુરત કલેક્ટર કચેરી ખાતે એક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરી ખાતે મહિલાઓએ હરિભક્તો અને સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ દ્વારા આવા લંપટ સાધુને સંપ્રદાયમાંથી તગેડી મૂકવા માટે માંગ કરી છે.
વિરોધ કરનાર એક મહિલાએ કહ્યું કે આવા સ્વામીઓના કારણે સ્વામિનારાયણ સંપ્રદાય એ બદનામ થઈ ગયો છે તેથી આવા લંપટ ઘનશ્યામ કંડારીને ઘર ભેગો કરવો જોઈએ સ્વામિનારાયણ સંપ્રદાય છેલ્લા ઘણા સમયથી વિવાદનું કેન્દ્ર રહ્યું છે જો કે સંપ્રદાયના સ્વામીઓ દ્વારા વારંવાર બફાટ પણ કરવામાં આવ્યો અને અયોગ્ય વર્તુણકને લઈને આ સંપ્રદાય વિવાદમાં સપળાયો છે ન માત્ર ઘનશ્યામ કંડારી પરંતુ એ તમામ એ સ્વામીઓ કે જેમને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે એ તમામને ઘર ભેગા કરવા જોઈએ.