Gondal : છેલ્લા કેટલાક દિવસથી ગોંડલ (Gondal) મામલે બન્ની ગજેરા (Banni Bhavin Gajera) સોશિયલ મીડિયામાં અલ્પેશ ઢોલરીયા (Alpesh Dholariya) અને જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja) સાથે ગણેશ ગોંડલ (Ganesh Gondal) સામે વિડીયો બનાવીને અપલોડ કરે છે. જો કે બન્ની ગજેરાએ ભૂતકાળમાં પણ અનેક વખત આ જ પ્રકારે સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યા છે. જેમાંથી એક વિડીઓમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra patel), પરસોત્તમ રૂપાલા (Parsottam Rupala) અને અમરેલીના સાંસદ ભરત સુતરીયા (Bharat Sutariya) સામે વિવાદિત નિવેદન કરતાં અમદાવાદ (Ahemedabad) ના સામાજિક આગેવાન આ મામલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય (Vikas Sahay) ને રૂબરૂ મળીને આ મામલે તાપસ માટે અરજી કરશે.
આ સિવાય જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ અને અલ્પેશ ઢોલરિયા મામલે બન્ની ગજેરાએ રાજકોટ જીલ્લા પોલીસ પર મોટો ધડાકો કર્યો હતો. જો કે, નિખિલ દોંગાના ઈશારે બન્ની વિરોધ કરી રહ્યો છે કે કેમ તે પ્રશ્ન લોકમુખે ચર્ચાય રહ્યો છે.