Donald Trump: ટ્રમ્પ સરકાર દ્વારા અચાનક અમેરિકા (America) માં રહીને અભ્યાસ કરતા હજારો ઇન્ટરનેશનલ વિધાર્થીઓને દેશ છોડવા માટે સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી એક ઈમેઇલ મોકલવામાં આવ્યો. ઈમેઈલ મોકલેલા તમામ ઇન્ટરનેશનલ વિધાર્થીઓને સેલ્ફ ડિપોર્ટ થઈ જવા માટે જણાવ્યું છે. ગત વર્ષે અમેરિકાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં ઈઝરાયલ વિરોધી અને હમાસ તથા પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રોટેસ્ટ્સ થયા હતા. જેમાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ સહિત હજારો સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો. જેમાં ઘણા ઈન્ડિયન સ્ટુડન્ટ્સ પણ સામેલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
કેમ અચાનક આવ્યા ઇન્ટરનેશનલ વિધાર્થીઓને ઈમેઈલ
સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ કથિત રીતે આ પ્રોટેસ્ટ્સમાં ભાગ લેનારા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને સેલ્ફ ડિપોર્ટ કરવાનું કહ્યું છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાથી કહી દીધું હતું કે આ પ્રોટેસ્ટ્સમાં જે પણ સ્ટુડન્ટે ભાગ લીધો હશે તેમને ગમે ત્યાંથી શોધી કાઢવામાં આવશે અને ડિપોર્ટ કરી દેવામાં આવશે. જે સ્ટુડન્ટે ભલે આ પ્રોટેસ્ટ્સમાં ભાગ ન લીધો હોય પરંતુ સોશિયલ મીડિયામાં કંઈ શેર કર્યું હશે તો પણ તેમના પર હવે ડિપોર્ટેશનની તલવાર લટકી રહી છે.
કેવી રીતે તૈયાર કરશે વિધાર્થીઓની આ નવી યાદીઓ
અમેરિકન (America) સરકારે ત્યાંની મીડિયા અને મીડિયા એજન્સી સાથે વાતચીત કર્યા અનુસાર સોશિયલ મીડિયા રિવ્યૂ કરવામાં આવ્યા, સ્ટુડન્ટ વિઝા અને એક્સચેન્જ વિઝા માટે અરજી કરનાર તમામ લોકોના નામની એક લિસ્ટ બની રહી છે. અમેરિકા (America) ની કોલેજોમાં થયેલા વિરોધ અંગે કોઈ પણ વિધાર્થીઓ દ્વારા પોસ્ટ અપલોડ કે શેર કરી હશે તો તેના વિઝા રદ કરવામાં આવશે. અમેરિકા (America) માં ઈન્ડિયન સ્ટુડન્ટ્સની સંખ્યા ઘણી નોંધપાત્ર છે. ઓપન ડોરના રિપોર્ટ પ્રમાણે એકેડેમિક વર્ષ 2023-24 દરમિયાન અમેરિકામાં 11 લાખ જેટલા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ આવ્યા હતા જેમાંથી 3.3 લાખથી વધુ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ પણ હતા.
સેલ્ફ ડિપોર્ટેશન માટે એપ્લિકેશન પણ બનાવી છે
જે સ્ટુડન્ટ્સને ઈમેલ કરવામાં આવ્યો છે તે તમામ સ્ટુડન્ટ્સને CBP હોમ એપનો ઉપયોગ કરીને સેલ્ફ ડિપોર્ટ થવાનું કહેવામાં આવ્યું છે. જો તેઓ સેલ્ફ ડિપોર્ટ નહીં થાય તો તેમને ડિપોર્ટ કરવામાં આવી શકે છે અથવા તો ભવિષ્યમાં અમેરિકાના વિઝા પણ નહીં આપવામાં આવે. કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ઈન્ડિયન સ્ટુડન્ટ રંજની શ્રીનિવાસન CBP હોમ એપનો ઉપયોગ કરીને જ સેલ્ફ ડિપોર્ટ થઈ હતી.
CPB હોમ એપ એક માસ ડિપોર્ટેશનનો જ ભાગ છે
ડોનાલ્ડ ટ્રમ્પ ઈમિગ્રેશનને લઈને અત્યંત આકરૂં વલણ અપનાવી રહ્યા છે. માસ ડિપોર્ટેશનની સ્પીડ વધારવા માટે તે કોઈ પણ હદે જવા માટે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં તે કોર્ટના આદેશોને પણ ગણકારતા નથી. તેમના નિર્ણયો અને પોલિસીએ અમેરિકા (America) માં રહેતા ઈલીગલ જ નહીં પરંતુ લીગલ ઈમિગ્રન્ટ્સની પણ ઊંઘ ઉડાડી દીધી છે. હવે હમાસનું સમર્થન કરનારા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ તેમના ટાર્ગેટ પર છે. જોકે, ઈમિગ્રેશન એટર્નીનું કહેવું છે કે જે સ્ટુડન્ટ્સને સેલ્ફ ડિપોર્ટ થવાનો ઈમેલ મળ્યો હોય તેમણે કાયદાકીય સલાહ લેવી જોઈએ. જો તેમની સામે ડિપોર્ટેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોય તો તેમણે પોતાના બચાવ માટે લીગલ કાઉન્સેલ સાથે વાતચીત કરવી જોઈએ.