ગુલાબસિંહ રાજપૂતની ટિકિટ નક્કી થતા કોંગ્રેસમાં કકળાટ, આ નેતાએ સ્ટેજ પરથી બગાવતી સૂર

ગુજરાતમાં પેટાચુંટણીનો ખરાખરીનો જંગ જામ્યો છે.એક તરફ ભાજપે સેન્સ પ્રક્રિયા પૃર્ણ કરી દીધી છે. જ્યારે વાવ બેઠક પર કોંગ્રેસની કારોબારીએ સેન્સ પ્રક્રિયા બાદ ગુલાબસિંહ રાજપુતના નામ પર મહોર મારી દીધી છે. ત્યાર કોંગ્રેસ બનાસકાંઠાના નેતા ઠાકરશી રબારીએસ્ટેજ પરથી બગાવતી સૂર ફૂંક્યા હતા.

ભગવાન મને અને મારાં સમાજને શક્તિ આપે: ઠાકરશી

વાવ ખાતેના ધાર્મિક કાર્યક્રમમાં ઠાકરશી રબારીએ કહ્યું કે, ક્ષ માટે મેં બલિદાન આપ્યું છે. તેમને વધુમાં કહ્યું કે,ભગવાન મને અને મારાં સમાજને શક્તિ આપે કે, રબારી સમાજને ભવિષ્યમાં કોઈ પક્ષ અથવા કોઈ ચૂંટણી લડવામા કમજોર ન સમજે અને કોઈની જરૂર ન પડે. આ ઉપરાત તેમણે સાંસદ ગેનીબેન ઠાકોર પર જાહેરમાં કટાક્ષ પણ કર્યા હતા.

ભાજપઆ ઉમેદવાર ઉતારી શકે છે

સ્વરૂપજી ઠાકોરની વાત કરીએ તો તેવો અલ્પેશ ઠાકોરના સૌથી નજીકના વ્યક્તિ છે. તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપાધ્યક્ષ પણ તેવો રહી ચૂક્યા છે. અને વર્ષ 2022ની ચુંટણીમાં તેવો ગેનીબેન ઠાકોરના સામે માત્ર 3000 મતથી હાર્યા હતા. ત્યારબાદ વાત કરીએ મુકેશ ઠાકોર જેવો વાવ વિધાનસભા લડવા માટેના પ્રબળ ઉમેદવાર છે. જોકે તેવો ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન હાજર ન હતા.અને તેવો શંકર ચૌધરીના અંગત વ્યક્તિ છે. તેમજ વર્ષોથી ભાજપના પાયાના કાર્યકર્તા પણ છે.ત્યારબાદ ત્રીજું નામ છે. ગજેન્દ્રસિંહ રાણા જેવો વાવ સ્ટેટના રાજવી છે. હાલમાં સોશિયલ મીડિયામાં તેમનું નામ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે.

 

 

 

Scroll to Top