America : ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની ઇમિગ્રેશન પોલિસીસ દ્વારા ઊભી થયેલી અનિશ્ચિતતાને કારણે અમેરિકા (America) માં અભ્યાસ કરી રહેલા ઇન્ડિયન સ્ટુડન્ટ્સમાં ડરનો માહોલ છે. અને યુએસમાં રીએન્ટ્રી નહીં મળે તેવા ડરથી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ વેકેશન દરમિયાન ઇન્ડિયા આવવાનું ટાળી રહ્યા છે. એક્સપર્ટસના જણાવ્યા અનુસાર કેટલીક કોલેજીસે સ્ટુડન્ટસને એવી વોર્નિંગ આપી છે. કે હાલમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટસ યુએસથી બહાર જવાના પ્લાન પડતા મૂકે કેમ કે તેમને રીએન્ટ્રીમાં મુશ્કેલી થઈ શકે છે.
ભારતીય વિધાર્થીઓને કયા નવા નિયમો અને કેમ ડર લાગી રહ્યો છે
ટ્રમ્પની પહેલી ટર્મ દરમિયાન પણ આવી જ સ્થિતિ હતી અને તે વખતે પણ વેલીડ સ્ટુડન્ટ વિઝા પર રીએન્ટ્રી કરનારા ઘણા ઇન્ડિયન્સ પાછા પણ મોકલાયા હતા. અમેરિક (America) માં કેટલાક વિધાર્થીઓ સાથે થયેલા અનુભવોનું માનીએ તો બ્રેક બાદ ફરી યુએસ જતા સ્ટુડન્ટ્સના બેન્ક બેલેન્સ ચેક કરવાથી લઈને ઘણીવાર તો તેમના ફોન અને લેપટોપ પણ ચેક થાય છે. જેમાં જો કોઈ સ્ટુડન્ટ યુએસમાં ઇલીગલી જોબ કરી રહ્યો છે. તેવી નાની સરખી પણ માહિતી મળે તો પણ તેમને એન્ટ્રી આપવાનો ઇન્કાર કરી દેવાય છે. આ ઉપરાંત વેલીડ વિઝા પર રીએન્ટ્રી કરવા માંગતો સ્ટુડન્ટ ભૂતકાળમાં રેગ્યુલરલી કોલેજ ગયો છે કે નહીં તેમજ તેનો એકેડમિક રેકોર્ડ કેવો છે. તે પણ ઈમિગ્રેશન ઓફિસર ચેક કરી શકે છે. તેમાં યુએસ આવીને કોલેજ જવાને બદલે માત્ર જોબ કરતા હોય તેવા સ્ટુડન્ટને અમેરિકાના એરપોર્ટ પરથી જ ઇન્ડિયા પાછા પણ આવવું પડી શકે છે.
અમેરિકામાં રહેલા વિધાર્થીઓ શું કહી રહ્યા છે
યુનિવર્સિટી ઓફ સદન કેલિફોરિયામાં માસ્ટર્સ ડિગ્રી કરી રહેલી રિયા મહેતાએ આ અંગે એવું જણાવ્યું હતું કે તે પોતાની બહેનના મેરેજ માટે ઇન્ડિયા આવવાની હતી. પરંતુ અમેરિકા (America) માં રીએન્ટ્રી નહીં મળે તેના ડરથી તેણે સગી બહેનના મેરેજમાં શામેલ થવાનું માંડી વાળ્યું છે. જ્યારે પીએચડી સ્કોલર સમીર વ્યાસ પણ ભારત આવવાનો હતો. પરંતુ પાછા ફરતા કોઈ મુશ્કેલી ના પડે તે માટે તેણે પોતાનો પ્લાન રદ્દ કરી દીધો છે. રિયા અને સમીર સિવાય બીજા પણ ઘણા ઇન્ડિયન સ્ટુડન્ટસ છે. જેમણે પોતાના પરિવારને મળવા માટે ઇન્ડિયા આવવાના પ્લાન પડતા મૂક્યા છે. એક એક્સપર્ટ આંગે જણાવ્યું હતું કે બ્રાઉન કોર્નેલ એમઆઈટી કોલંબિયા અને યેલ જેવી નામાંકિત કોલેજીસ તેમજ યુનિવર્સિટીઝએ પોતાના સ્ટુડન્ટ અને સ્ટાફને યુએસની બહાર ટ્રાવેલ કરવા અંગે સાવચેતી રાખવાની સલાહ આપી છે. જો ઇમર્જન્સી જેવી સ્થિતિ ના હોય તો હાલ પૂરતું યુએસની બહાર જવાનું ટાળવા માટે પણ કહ્યું છે ભારતમાં સ્ટડી અબ્રોડ કન્સલ્ટન્ટસે પણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટસને સાવચેત રહેવા માટે સલાહ આપી છે.
ભારતમાં અમેરિકા રહેલા પરિવારના સભ્યોને લઈને કેમ ચિંતા છે
જેમના સંતાનો અમેરિકામાં ભણે છે તેવા ઇન્ડિયન પેરેન્ટ્સ પણ હાલ ટેન્શનમાં છે. આવા પેરેન્ટ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મસ પર પોતાની ચિંતા વ્યક્ત કરતા પોતાના સંતાનોને યુએસમાં કોઈ પોલિટિકલ એક્ટિવિટીસમાં ભાગ ન લેવા માટે સલાહ આપી છે. તથા સોશિયલ મીડિયા પર પોલિટિક્સને લગતી કોઈપણ પોસ્ટ ન કરવા માટે કહ્યું છે કારણ કે હાલ સોશિયલ મીડિયા પર કરાયેલી પોસ્ટને આધારે પણ સ્ટુડન્ટસે ટાર્ગેટ બનાવાઈ રહ્યા છે. ટર્મ પ્રેસિડન્ટ બનવાના હતા તે વખતે પણ ઘણી યુનિવર્સિટીએ જાન્યુઆરી 20 પહેલા જ સ્ટુડન્ટસને અમેરિકા આવી જવા માટે તાકીદ કરી હતી અને ત્યારબાદ યુએસ આવેલા ઘણા સ્ટુડન્ટ્સને પાછા પણ મોકલી દેવાયા હતા. હવે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દેશની વિદેશનીતિ માટે જોખમી હોય તેવા સ્ટુડન્ટસને પણ પોતાની મરજી અનુસાર અરેસ્ટ કરી રહ્યું છે. જેમાં ગ્રીન કાર્ડ હોલ્ડર્સ પણ સરકારના ટાર્ગેટ પર છે ઇન્ડિયન સ્ટુડન્ટ રંજની શ્રીનિવાસનને પણ આજ કારણે રાતોરાત યુએસ છોડવાની ફરજ પડી હતી. જ્યારે બદરખાન સૂરી નામનો અન્ય ઇન્ડિયન સ્કોલર હાલ જેલમાં છે ટ્રમ્પ સરકારે રંજની સામે ઇઝરાયેલ વિરોધી પ્રોટેસ્ટમાં ભાગ લેવાનો આરોપ મૂક્યો હતો. પરંતુ રંજની એવો દાવો કર્યો હતો કે તેવા કોઈ પ્રોટેસ્ટમાં ક્યારે પણ શામેલ નહોતી થઈ તેમજ તેના પર લગાવાયેલા આરોપ પણ પડતા મુકાયા હતા. તેમ છતાય આઈસે ત્રણ વાર રંજનીને અરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આઈસના એજન્ટસ તેના સુધી પહોંચે તે પહેલા જ રજની ની સીબીપી હોમ એપનો યુઝ કરી અમેરિકાથી કેનેડા પહોંચી ગઈ હતી.