Botad : આમ આદમી પાર્ટીના ગુજરાતમાં કુલ 4 ધારાસભ્યોએ વિરોધ પક્ષની ભૂમિકા ભજવામાં વિધાનસભા સત્ર દરમિયાન લાગેલા રહ્યા હતા. તેવામાં બોટાદ (Botad) ના ધારાસભ્ય ઉમેશ મકવાણા (Umesh Makwana) સામે 13 લાખ રૂપિયા ના આપવા અને ધમકી અપાતી એક અરજી બોટાદ (Botad) પોલીસ મથકે તેમના જ પૂર્વ અંગત મદદનીશ દ્વારા કરવામાં આવી છે.
ધારાસભ્ય ઉમેશ મકવાણા સામે બોટાદ પોલીસ મથકે અરજી
ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણી દરમિયાન aap અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું હતું. આ ગઠબંધનમાં aap ના બે ઉમેદવાર હતા જેમાં એક ભરૂચથી ચૈતર વસાવા અને બીજા ભાવનગરથી ઉમેશ મકવાણા (Umesh Makwana) હતા. મકવાણાએ વર્ષ 2022ની ચૂંટણીમાં બોટાદ (Botad) વિધાનસભાથી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા અને ત્યારથી તેમના અંગત મદદનીશ તરીકે અજય જમોડ કામ કરતા હતા. અજય જમોડે બોટાદ પોલીસ મથકે ઉમેશ મકવાણા (Umesh Makwana) સામે 13 લાખ રૂપિયા ના આપવા અને ધમકી આપતા હોવાની એક અરજી આપી હતી.
લોકસભાની ચૂંટણી દરમિયાન ખર્ચ કરેલા 13 લાખ રૂપિયા ના અપાતા ફરિયાદ
બોટાદ (Botad) ના ધારાસભ્ય ઉમેશ મકવાણા (Umesh Makwana) એ વર્ષ 2024માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાવનગર (Bhavnagar) થી ઉમેદવારી નોંધાવી હતી. તે દરમિયાન ચૂંટણીના કેટલાક ખર્ચ અંગે તેમના અંગત મદદનિશ તરીકે તેની સાથે કામ કરતા તેમના PA અજય જમોડને જરૂરી મુજબના તમામ ખર્ચ કરવા માટેની સૂચનાઓ આપી હોવાનું અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં અજય જમોડે અરજીમાં લખ્યું છે કે ચૂંટણી દરમિયાન મંડપ, જમવા, ચા અને ડી.જે સહિતના ખર્ચ પેટે આશરે 8.5 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ સાથે સાથે લોકસભાની ચૂંટણી દરમિયાન PA અજય જમોડ દ્વારા તેના પિતાના સંબંધના દાવે અન્ય લોકો પાસેથી 3 લાખ રોકડા લઈને તે પણ ખર્ચ કર્યો હતો. જેથી ઉમેશ મકવાણાના PA અજય જમોડે રોકડ રકમ, બાકી બિલની ચુકવણી અને સાથે બાકી લેવાના નીકળતા પગારના રૂપિયા સહીત 13 લાખ રૂપિયા ના આપતા અને રૂપિયા માંગતા ધમકી આપી હોવાનું જણાવી બોટાદ પોલીસ મથકે એક અરજી દાખલ કરી છે.
અજય જમોડના પરિવારને ઉઘરાણી માટે હેરાન કરાય છે
બોટાદ (Botad) ના ધારાસભ્ય ઉમેશ મકવાણા (Umesh Makwana) એ તેના અંગત મદદનીશ એવા અજય જમોડને 13 લાખ રૂપિયા ના આપી અને ધમકી આપતા હોવાની અરજી બોટાદ પોલીસ મથકે થતા એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા કે આર્થિક પરિસ્થિતિ નબળી છે અને બિલની બાકી રકમની ઉઘરાણી જે તે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે અને બિલની ઉઘરાણીથી પરિવારને પણ હેરાન પરેશાન કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સાથે ઘરની પરિસ્થિતિ એવી છે કે જો આ ઉઘરાણી બંધ ના થાય તો પરિવાર સાથે આત્મહત્યા કરાવી પડે તેવો પણ ઉલ્લેખ બોટાદ પોલીસને આપેલી અરજીમાં કરવામાં આવ્યો છે.