America : અમેરિકન કોર્ટ તરફથી ટ્રમ્પને મોટો ઝટકો ! હવે માસ ડિપોર્ટેશન બંધ થશે ?

International : ડોનાલ્ડ ટ્રમ્પ આઈસ દ્વારા અરેસ્ટ થતા ઇલીગલ ઇમિગ્રેન્સ ને તાત્કાલિક રિપોર્ટ કરી દેવા માંગે છે. પરંતુ તેમના આ ફાસ્ટ ટ્રેક ડિપોટેશન પ્લાનમાં કાયદાકીય અવરોધ પણ ઊભા થઈ રહ્યા છે. અને કોર્ટે પણ તેના પર બ્રેક લગાવી દીધી છે જે ઈલીગલ ઇમિગ્રે તેમની હોમ કન્ટ્રી સ્વીકારવામાં આનાકાહાની કરતી હોય તેમને અમેરિકા થર્ડ કન્ટ્રીઝમાં મોકલી રહ્યું છે. જેના માટે પનામા કોસ્ટેરિકા તેમજ એલ સાલવાડોર જેવા દેશો સાથે કરાર કરવામાં આવ્યા છે. ફેબ્રુઆરીમાં જ અમેરિકાએ 55 જેટલા ઇન્ડિયન્સને પનામા ડિપોર્ટ કર્યા હતા. જો કે સરકારની આ કાર્યવાહીને કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવી હતી. જેના પર સુનાવણી કરતાં બોસ્ટની ફાઇબર કોર્ટે શુક્રવારે સરકારને માઈગ્રેન્ટસ એવા કોઈપણ દેશમાં ડિપોર્ટ ના કરવા માટે જણાવ્યું હતું કે જેની સાથે તેમનું કોઈ કનેક્શન જ ન હોય સાથે જ કોર્ટે એવો પણ આદેશ આપ્યો હતો કે જે ઈમીગ્રંટને ડિપોર્ટ કરવાનો છે તેને એવો દાવો રજૂ કરવાની પણ તક મળવી જોઈએ કે જો પોતાને જે તે દેશમાં મોકલાયો તો ત્યાં તેને જીવનો જોખમ છે.

પોતાના વતનમાં જીવને જોખમ હોય તો ડિપોર્ટ ના કરી શકાય
બોસ્ટની ફેડરલ કોર્ટે આપેલ લો ઓર્ડર હંગામી ધોરણે સમગ્ર અમેરિકામાં લાગુ પડશે. ડિપોર્ટેશનની પ્રક્રિયાના ભાગરૂપે કોઈપણ ઈમીગ્રંટને ડિપોર્ટ કરતાં પહેલાં તેની હોમ કન્ટ્રી પાસેથી તેની સિટીઝનશીપ કન્ફર્મ કરાવાય છે. તેમજ હોમ કન્ટ્રી તેને સ્વીકારવા માટે તૈયાર થાય ત્યારે જ તે વ્યક્તિને યુએસ માંથી ડિપોર્ટ કરી શકાય છે. હાલ અમેરિકામાં એવા લાખો ઇમિગ્રન્ટ છે કે જેમના ફાઇનલ રીમુવલ ઓર્ડર ઇસ્યુ થઈ ચૂક્યા છે. પરંતુ આ જ પ્રોસેસમાં મોડું થઈ રહ્યું હોવાને કારણે તેમને ડિપોર્ટ કરવામાં અડચણ આવી રહી છે. જેથી ટર્મ એડમિનિશન સ્ટ્રેશન ઇમિગ્રેન્ટસને થર્ડ કન્ટ્રીઝમાં મોકલી રહ્યું છે. બોસ્ટની ફેડરલ કોર્ટ દ્વારા સરકારના ફાસ્ટ ટ્રેક ડેપ્યુટેશન પર હંગામી રોક લગાવી દેવા અંગે આખરી પ્રતિક્રિયા આપતા ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના પ્રવક્તાએ એવું જણાવ્યું હતું કે અમેરિકાના લોકોએ પ્રેસિડેન્ટ ટ્રમ્પને ચૂંટ્યા છે. ત્યારે તેમના નિર્ણયને અને ખાસ તો દેશની સુરક્ષાની વાત આવે ત્યારે પ્રેસિડેન્ટને મળેલા એક્ઝીક્યુટિવ પાવર પર રોક લગાવવાનો કોઈપણ બિનચૂંટાયેલા એક્ટિવિસ્ટ જજને નૈતિક અધિકાર નથી. બાઈડનની સરકારમાં હજારો લીગલ ઇમિગ્રન્ટને આઈસી કસ્ટડીમાંથી રિલીઝ કરવામાં આવ્યા હતા અને હાલની સરકારે નીતિ નિયમોમાં જે ફેરફાર કર્યા છે તેના કારણે લાખો ઈલીગલ ઇમિગ્રન્ટસ ડિપોર્ટેશનને પાત્ર બને છે. તેમને ડિપોર્ટ કરવા માટે મોટાભાગના કેસમાં તો કોર્ટની કાર્યવાહીની પણ જરૂર નથી. પરંતુ આ પ્રક્રિયા અટપટી હોવાથી ઇમિગ્રન્ટની હોમ કન્ટ્રી તેને સ્વીકારવા તૈયાર થાય ત્યાં સુધી રાહ જોવાને બદલે ટ્રમ્પ તેમને અમેરિકામાંથી હાંકી કાઢવા માંગે છે.

ટ્રમ્પ 17મી સદીનો કાયદો લાદવાની તૈયારીમાં
ફેબ્રુઆરી 18 ના રોજ આઈસના ઓફિસર્સને ડિટેન્શનમાંથી રિલીઝ કરાયેલા તમામ લોકોના કેસનો રિવ્યુ કરી જેમને ડિપોર્ટેશન સામે કોઈ પ્રોટેકશન નથી મળ્યું. તેમને ફરી અટકાયતમાં લેવા અને અન્ય કન્ટ્રીઝમાં મોકલી દેવા માટે સૂચના અપાઈ હતી. જો કે આ મામલાને કોર્ટમાં ચેલેન્જ કરાયા બાદ બાઈડન દ્વારા નિયુક્ત કરવામાં આવેલા બોસ્ટની ફેડરલ કોર્ટના જજ બ્રાન મરફીએ સરકારી વકીલની દલીલ સાંભળ્યા બાદ એવું કહ્યું હતું કે ઇમિગ્રન્ટને કોઈ નોટિસ આપ્યા વગર જ ડિપોર્ટ કરી રહી તેમને કોઈ અજાણ્યા દેશમાં મોકલી દેવાનું સરકારનું વલણ આશ્ચર્યજનક છે. તેમણે કોઈ પણ ઈમીગ્રંટને નોટિસ આપી આપ્યા વગર થર્ડ કન્ટ્રીઝમાં ડિપોર્ટ ના કરવા માટે પણ સરકારને તાકીદ કરી હતી. ટ્ર્મપે માસ ડિપોર્ટેશન માટે વર્ષ 1798 ના એલિયન એનિમીસ એક્ટનો ઉપયોગ કરવા અંગેના પણ એક એક્ઝીક્યુટિવ ઓર્ડરને સાઈન કર્યો હતો. ત્યારબાદ 238 વેનેન્ઝુલન સિટીઝન્સને એલ સાલ્વડોની જેલમાં મોકલી દેવાયા હતા.

ટ્રમ્પ સરકાર સામે વોશિંગટન કોર્ટના જજ લાલઘૂમ
જો કે આ મામલો પણ કોર્ટમાં ગયો હતો અને વોશિંગટનની ફાઇટર કોર્ટના જજ જેમ્સ બોસબર્ગે સરકારની આકરી ઝાટકણી કાઢી તેના પર રોક લગાવીને ડિપોર્ટ કરેલા વેનેઝલ નાગરિકોની ફ્લાઈટને પાછી વાળવા માટે માટે ઓર્ડર કર્યો હતો. પરંતુ સરકારે અનેક પ્રકારની દલીલો કર્યા બાદ કોર્ટના આદેશનો અમલ થઈ શકે તેમ નથી તેવું જણાવી દીધું હતું. અને પછી તો જજના સવાલોના જવાબ આપવાનું પણ બંધ કરી દેવાયું હતું. ફેડરલ કોર્ટના આ નિર્ણય સામે હવે ટ્રમ્પ સરકારે સુપ્રીમ કોર્ટ પાસેથી એલિયન એનિમીસ એક્ટનો ઉપયોગ કરવા દેવા માટે પરવાનગી માંગી છે. જેના માટે શુક્રવારે કોર્ટમાં અપીલ ફાઇલ કરી હતી જેમાં એવી દલીલ પણ કરવામાં આવી છે કે નેશનલ સિક્યુરિટીના મામલે પ્રેસિડેન્ટને મળેલી સત્તામાં કોર્ટે દખલગીરી ના કરી જોઈએ પોતાના ફાઈલિંગસમાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટે એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે રાષ્ટ્રની સુરક્ષા સાથે સંકળાયેલા મુદ્દાને કઈ રીતે હેન્ડલ કરવો તે કોણ નક્કી કરશે પ્રેસિડેન્ટ કે પછી જ્યુડિશિયરી. જોકે હવે અમેરિકામાં ફેડરલ કોર્ટના આ નિર્ણય અંગે ચર્ચાઓ જોર પકડ્યું છે કે હવે જેલમાં બંધ લોકોને ક્યારે બહાર કાઢવામાં આવશે તે જોવું રહ્યું. પરંતુ જો તમે હજુ પણ ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનું વિચારતા હોવ તો એ ભૂલી જજો કેમકે મેક્સિકો બોર્ડર પર ઇમર્જન્સી લગાવવામાં આવી છે અને ત્યાંથી ડિપોર્ટેશન સીધું કરવામાં આવી રહ્યું છે.

Scroll to Top