Politics :- તાજેતરમાં Politics ના ગલિયારે એક ચર્ચા સાંભળવા મળી રહી છે. ચાલુ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ફોન આવ્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ચાલુ કાર્યક્રમમાં જ ફોન લઈને સ્ટેજ પરથી બહાર જતા રહ્યા હતા. આ કારણોસર મંચ પર ઉપસ્થિત પ્રફુલ પાનસેરિયા સહિત તમામ મહાનુભાવો સ્તબ્ધ થઈ ગયા હતા. ગાંધીનગરના એનએફએસયુ ખાતેના કાર્યક્રમમાં આ ઘટના બની હતી. શું ફોન હતો અને કોનો ફોન હતો તે ખબર નથી. પરંતુ, ચાલુ કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં મુખ્યમંત્રીને ફોન આવે અને ચાલુ કાર્યક્રમમાં ફોન લઈને સ્ટેજની બહાર જતા રહે છે. સામાન્ય રીતે મુખ્યમંત્રી આ પ્રકારે સ્ટેજ કાર્યક્રમ ચાલુ હોય ત્યારે ફોન રિસીવ કરતા નથી અને પ્રોટોકોલ જળવાતું હોય છે. પરંતુ વાઈરલ વીડિયોમાં કંઈક અજુગતું જોવા મળ્યું.
મહત્વનું છે કે, આ અગાઉ પણ આવી જ રીતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પાટીલને પણ બે વર્ષ પહેલા આવી જ રીતે ફોન આવેલો અને સાંજ સુધીમાં બે મંત્રીઓ પાસેથી મંત્રી પદ છીનવાઈ ગયેલું હતું. જો કે, આ બંને ઘટનાઓને કશું લાગતું વળગતું નથી, તેમ છતાં, રાજકીય ફેરફારોની ચર્ચા વચ્ચે મુખ્યમંત્રીને આ ફોન કોલ અત્યંત સુચક છે. 5 મીનિટ સુધી ચાલેલો આ ફોન કોનો હતો, શું હતો, એ તો મુખ્યમંત્રીને જ જાણે…