Stock Market News : ભારતીય શેર બજારોમાં હાલમાં વિદેશી કંપનીઓ ખૂબ મોટું રોકાણ કરી રહી છે. જેનો ફાયદો હાલમાં ભારતીયો શેર માર્કેટમાં રોકાણ કરીને લઇ રહ્યા છે. સાથે સાથે ભારતીય કંપનીઓની પણ માર્કેટ વેલ્યુ વધતા વિદેશમાં તેની ડિમાન્ડ ખુબ વધી છે. એટલા માટે જ ટેસ્લાએ ભારતમાં આવી રહ્યું છે કેએમકે ભારતીય બજાર ખુબ મોટું છે.
શુક્રવારે બજાર બંધ થતા થતા મોટા ફેરફારો દેખાય
બેંકિંગ અને ફાઈનાન્શિયલ સર્વિસિઝની દિગ્ગજ કંપની ગોલ્ડમેન સેક્સે શુક્રવારે ઓપન બજારમાં મોટું રોકાણ કર્યું હતું. ભારતીય કંપનીમાં વિદેશી કંપનીએ રોકાણ કરતા અચાનક શેર માર્કેટમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. કંપનીએ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને ઝોમેટોના શેર ખરીદતા કૂલ 281 કરોડ રૂપિયાનો સોદો કર્યો છે. BSI ના બ્લોક ડીલ ડેટા પ્રમાણે વિદેશી કંપની ગોલ્ડમેન સેક્સે HALના 3.85 લાખ શેર ખરીદ્યા છે. આ ઉપરાંત અમેરિકી રોકાણ કંપનીએ ઝોમેટોના 60.07 લાખ શેર ખરીદ્યા છે. શેરોની આ ખરીદી 199.5 રૂપિયાથી 4,176.25 રૂપિયા પ્રતિ શેરની રેન્જમાં થઈ છે, જેનાથી કૂલ ડિલ વેલ્યૂ 280.96 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે.
શેર માર્કેટમાં અચાનક વિદેશી કંપની આવતા ધરખમ ફેરફારો થયા
ગોલ્ડમેન કંપનીએ ભારતમાં આવી અને ભારતીય કંપનીઓમાં મોટું રોકાણ કરવા માટે HAL અને Zomato નક્કી કર્યું ત્યારથી જ આ બંને કંપનીઓના શેર ભાવમાં થોડો વધારો દેખાયો હતી. જોકે હોંગકોંગની એસેટ મેનેજમેન્ટ ફર્મ કાન્ડેસા કેપિટલે આ ડીલમાં તેમની હિસ્સેદારી વેચી છે. કાન્ડેસા માસ્ટર ફંડે HAL અને Zomatoમાં તેટલી જ સંખ્યામાં શેર વેચ્યા છે, જેટલા ગોલ્ડમેન સેક્સે ખરીદ્યા છે. જયારે શુક્રવારે HALના શેર થોડા વધારા સાથે 4,176 રૂપિયા પર બંધ થયા, જ્યારે ઝોમેટોના શેરોમાં 2.07 ટકાનો ઘટાડો આવ્યો છે અને તે 201.50 રૂપિયા પર બંધ થયા હતા.
ભારતીય માર્કેટમાં અચાનક આવનાર ગોલ્ડમેન સેક્સ કોણ છે
ભારતીય બજારોમાં અત્યારે એક માત્ર ચર્ચાઓ થઇ રહી છે. શેર બજારમાં વિદેશથી આવેલી આ કંપની ક્યાંની છે અને કોણ તેને હેન્ડલ કરે છે કે આ કંપનીએ ભારતમાં આવીને અચાનક આટલા બધા શેર ખરીધી લીધા છે. ગોલ્ડમેન સેક્સ કંપની મૂળ અમેરિકાની છે અને આ કંપની દ્વારા ઇન્વેસ્ટમેન્ટ અને ફાઈનાન્શિયલ સર્વિસસ આપે છે. અમેરિકાની આ કંપનીની વિશ્વભરમાં ઉચ્ચ નેટ-વર્થ વ્યક્તિઓ, સંસ્થાકીય રોકાણકારો અને સરકારી સંસ્થાઓને નાણાકીય ઉકેલો પ્રદાન કરે છે. આ કંપનીએ અત્યાર સુધીમાં સિંગાપોર, ભારત, યુરોપ અને એશિયન બજારોમાં રોકાણ કરી અને પોતાનો પોર્ટફોલિયો ધરાવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ રૂમ ગુજરાત કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)