America : ડિપોર્ટેશનની વધુ એક ભારતીયોની ફ્લાઈટ આવવાની તારીખ નક્કી ?

International : અમેરિકા (America) એ ત્રણ અલગ અલગ ફ્લાઈટસમાં 332 જેટલા ઇન્ડિયન્સને ફેબ્રુઆરી 2025 માં ડિપોર્ટ કર્યા હતા. આ સિવાય તે જ ગાળામાં જેમને ડિપોર્ટ કરવાની પ્રોસેસ ડીલે થઈ રહી હતી. તેવા ઇન્ડિયન્સ પનામાં રવાના કરી દેવાયા હતા. જ્યાં તેમને એક હોટેલમાં અમુક દિવસો સુધી રાખવામાં આવ્યા હતા એક રિપોર્ટ પ્રમાણે પનામાં મોકલવામાં આવેલા ઇન્ડિયન્સની સંખ્યા 55 જેટલી થતી હતી. જેમાંથી ફેબ્રુઆરી 23 ના રોજ 12 લોકો વાયા તુર્કી થઈને ઇન્ડિયા આવ્યા હતા જેમાંના મોટા ભાગના લોકો પંજાબ (Punjab) અને હરિયાણા (Hariyana) ના હતા યુએસથી હાલ ડિપોર્ટેશન ફ્લાઈટ્સ આવવાનું બંધ થઈ ગયું છે તેમજ કોઈ ઇન્ડિયન્સ થર્ડ કન્ટ્રીસમાં ડિપોર્ટ કરાયા હોય તેવા પણ કોઈ જ રિપોર્ટ નથી. તેવામાં જે લોકોને પનામાં ડિપોર્ટ કરાયા હતા તે તમામ 55 ઇન્ડિયન્સ વતન પરત આવી ચૂક્યા છે.

સંસદમાં ડિપોર્ટેશન અંગે મુદ્દો ખુબ ગંભીર બન્યો
રાજ્ય કક્ષાના વિદેશ મંત્રી કીર્તિવર્ધન સિંહએ સંસદમાં જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે જાન્યુઆરી 20 બાદ 55 ઇન્ડિયન્સને અમેરિકાએ પનામાં ડિપોર્ટ કર્યા હતા. જે તમામ કોમર્શિયલ ફ્લાઈટસમાં નવી દિલ્હી લેન્ડ થયા હતા અને પનામાંથી તેમની ઇન્ડિયા આવવાની વ્યવસ્થા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ માઈગ્રેશન નામની એક સંસ્થાએ કરી હતી. અમેરિકા (America) એ કેટલાક ઇન્ડિયન્સને કોસ્ટારિકા મોકલ્યા હોવાના પણ અહેવાલ હતા. પરંતુ તેની સ્વતંત્ર રીતે કોઈ પુષ્ટિ નથી થઈ શકી તેમજ કોસ્ટારિકાથી કોઈ ઇન્ડિયન હાલના દિવસોમાં પાછો પણ નથી. આવ્યો અમેરિકા (America) એ જે ઇન્ડિયન્સ છેલ્લા બે મહિનામાં ડિપોર્ટ કર્યા છે. તેમાંના મોટા ભાગના ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને સત્તા સંભાળી ત્યારબાદ બોર્ડર ક્રોસ કરતા પકડાયા હતા અને તેમાં કેલિફોર્નિયા બોર્ડર પર પકડાયેલા લોકોની સંખ્યા સૌથી વધારે હતી. અમેરિકાથી ફેબ્રુઆરીમાં ડિપોર્ટ થયેલા ગુજરાતીઓની કુલ સંખ્યા 74 નોંધાઈ હતી. જેમાં સિંગલ્સ ઉપરાંત કપલ્સ અને ફેમિલી સાથે ગયેલા લોકો પણ હતા. હાલ પણ કેટલાક ગુજરાતીઓ અમેરિકાની જેલમાં બેઠા ડિપોટેશનની રાહ જોઈ રહ્યા છે.

મેક્સિકો બોર્ડર સીલ થતા અને ભારતીયોમાં મોટો ફફડાટ
ટ્રમ્પે નેશનલ ઇમર્જન્સી જાહેર કરી હોવાથી મેક્સિકો સાઈડથી આવેલા લોકોને આસાલામનો કેસ ફાઈલ કરવાનો મોકો પણ નથી મળી રહ્યો. અને ન તો તેમને બોન્ડ પર છોડવામાં આવી રહ્યા છે. ટ્રમ્પે કોર્ટની કાર્યવાહીનો છેદ ઉડાવી દીધો હોવાથી હવે બોર્ડર પરથી પકડાલા લોકોને ફટાફટ ડિપોર્ટ કરાઈ રહ્યા છે. જો કે ફેબ્રુઆરીમાં જ રેકોર્ડ સંખ્યામાં ગુજરાતીઓ પાછા આવ્યા બાદ પણ લોકોનું હજુય આ રૂટથી યુએસ જવાનું ચાલુ જ છે. અને હાલ પણ કેટલાક ગુજરાતીઓ મેક્સિકોમાં મોજૂદ છે જો કે જે લોકો પનામાંથી પાછા આવ્યા છે તેમાં કોઈ ગુજરાતી હતું કે કેમ તેની ભારત સરકારે કોઈ સ્પષ્ટતા નથી કરી. ચાલુ વર્ષમાં અમેરિકાથી ડિપોર્ટ થનારા ઇન્ડિયન્સની સંખ્યા 380 ને આંબી ગઈ છે. અને અમેરિકાએ તાજેતરમાં જ પોતાની કસ્ટડીમાં રહેલા 295 ઇન્ડિયન્સનું એક લિસ્ટ પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને મોકલ્યું હતું. આ લોકોની સિટીઝનશીપ વેરીફાય કરવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે અને તે પૂરી થતા જ તેમને પણ ગમે ત્યારે ઇન્ડિયા પાછા મોકલવામાં આવી શકે છે. અને તેમાં જો મોડું થયું તો યુએસ તેમને પનાવા કે પછી કોસ્ટારિકા મોકલી શકે છે. અમેરિકાએ ત્રણ મેચમાં ઇન્ડિયન્સને ડિપોટ કર્યા હતા અને તે તમામ મિલિટરી એરક્રાફ્ટમાં મોકલવામાં આવ્યા હતા. જે અમૃતસર લેન્ડ થયા હતા હાલ અમેરિકાએ માસ ડિપોટેશનમાં મિલિટરી એરક્રાફ્ટસનો યુઝ લગભગ બંધ કરી દીધો છે. અને કમર્શિયલ ફ્લાઈટથી જ આ કામગીરી ચાલી રહી છે જેના હેઠળ રોજે રોજ લેટિન અમેરિકન (America) દેશોમાં ડિપોટેશન ફ્લાઈટસ મોકલવામાં આવી રહી છે. ઇન્ડિયામાં છેલ્લે ફેબ્રુઆરી 23 ના રોજ ડિપોટેશન ફ્લાઈટ લેન્ડ થઈ હતી અને ત્યારબાદ કોઈ રિમુવલ ફ્લાઈટ ઇન્ડિયા નથી આવી.

અમેરિકાથી ડિપોર્ટેશન ફ્લાઇટ આવવાનું નક્કી ?
પરંતુ સૂત્રોનું માનીએ તો એપ્રિલના એન્ડમાં અથવા મે મહિનાની શરૂઆતમાં એકાદ બે ફ્લાઈટસ ઇન્ડિયા આવી શકે છે. હાલ અમેરિકા 295 ઇન્ડિયન્સને ડિપોર્ટ કરવાની પૂરી તૈયારી કરીને બેઠું છે અને સાથે જ ફેબ્રુઆરી મહિનામાં પણ જે લોકો મેક્સિકો બોર્ડર પરથી પકડાયા હતા. તેમને પણ ડિપોર્ટ કરવામાં આવશે મતલબ કે 2025 માં ડિપોટેશન ફ્લાઈટસનો સિલસિલો બંધ નથી થવાનો. મહત્વનું છે કે ટ્રમ્પે મેક્સિકો બોર્ડર પર લોખંડી કિલેબંદી કરી દીધી હોવા છતાં પણ ફેબ્રુઆરીમાં 145 ઇન્ડિયન્સ આ જ બોર્ડર પરથી અરેસ્ટ થયા હતા. જ્યારે જાન્યુઆરીમાં આ આંકડો 851 નોંધાયો હતો તો બીજી તરફ ફેબ્રુઆરીમાં કેનેડા બોર્ડર પરથી 238 ઇન્ડિયન્સ પકડાયા હતા. ઓક્ટોબર 2024 થી ફેબ્રુઆરી 2025 ના પાંચ મહિનામાં કેનેડા બોર્ડર પરથી પકડાયેલા ઇન્ડિયન્સનો આંકડો 10,647 થાય છે જ્યારે આજ ગાળામાં મેક્સિકો બોર્ડર પરથી 4691 ઇન્ડિયન્સ પકડાયા હતા.

Scroll to Top