Surat : પોલીસ રામનવમી, મહાવીર જયંતિ અને રમજાનને લઈને એલર્ટ

Gujarat:  આગામી રામનવમી, મહાવીર જયંતી અને રમજાન ઇદના તહેવારને લઇ સુરત (Surat) રેલવે પોલીસ સતર્ક થઈ ગઈ છે. સુરત (Surat) રેલ્વે સ્ટેશન ખાતે સ્નીફર ડોગ ડ્રેક દ્વારા પ્લેટફોર્મ અને ટ્રેનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

રાજ્યમાં આગામી રામનવમી અને મહાવીર જયંતી તથા રમજાન ઇદ અનુસંધાને જરૂરી તકેદારી ચેકીંગ રાખવા તથા રેલ્વેમાં ટ્રેન મારફતે માદક પદાર્થોની હેરાફેરી ન થાય તે અંગે તથા હાલના પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી સ્નીફર ડોગ ડ્રેક દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમ્યાન સુરત (Surat) રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી ટ્રેન નં.12755 કાકીનાડા-ભાવનગર એક્સ.ટ્રેનના ચઢતા-ઉતરતા પેસેન્જરો, ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. પ્લેટફોર્મ ઉપરથી અવર-જવર કરતા શકમંદ પેસેન્જરોના માલસામાનનું ઝીણવટ ભરી રીતે મેન્યુઅલી ચેકીંગ કરવામાં આવ્યું હતું. સુરત રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ ઉપરના તથા પેસેન્જરોની ભીડ-ભાડવાળી જગ્યાઓ, મુસાફરખાના વગેરે જગ્યાઓએ સઘન ચેકીંગ કાર્યવાહી કરાવડાવી જરુરી તકેદારી રાખવામાં આવી છે. આ ચેકીંગ દરમ્યાન કોઇ શંકાસ્પદ કે કોઇ વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી.

સુરત (Surat) પોલીસની ટીમે ટ્રેન સાથે સાથે પ્લેટ ફોર્મ પર પેસેન્જરના  માલ સમાન પણ ચેક કરવામાં આવ્યો અને કોઈ પણ વાંધા જનક વસ્તુઓ ના મળી. જોકે સુરત (Surat) શહેર પોલીસ કમિશનર ના આદેશ બાદ શહેરમાં અલગ અલગ વિસ્તરાઓમાં તપાસ ચલાવવામાં આવી રહી છે. સુરત (Surat) રેલવે સ્ટેશન ખાતે કાકીનાડા-ભાવનગર એક્સ.ટ્રેનના ચઢતા-ઉતરતા પેસેન્જરો, ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. ડોગ સ્કોડ અને BDDS ની ટીમો દ્વારા તપાસમાં ચેકીંગ દરમ્યાન કોઇ શંકાસ્પદ કે કોઇ વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી.

Scroll to Top