જમ્મુ- કાશ્મીરના ગાંદરબલના ગુંડ કંગન વિસ્તાર નજીક એક રોડ અકસ્માત સર્જાયો અકસ્માતમાં ત્રણ પર્યટકોના મોત જ્યારે અન્ય 14 લોકો ઘાયલ થયા છે.
પર્યટકોને લઈ જતી કાર ખીણમાં ખાબકી
મળતી માહિતી અનુસાર કાર બસ સાથે અથડાતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો આ દરમિયાન બસ બેકાબૂ બની જેના કારણે બસ ખાડામાં પડી ગઈ હતી.અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણ પર્યટકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 14 લોકો ઘાયલ થયા હોવાની વિગતો સામે આવી રહી છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
દુર્ઘટનામાં ત્રણ પર્યટકોના મોત
દુર્ઘટનામાં ઘાયલ થયેલામાંથી કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવ્યું હતી. જોકે, હજુ સુધી ઘાયલોની ઓળખ થઈ શકી નથી.પરંતુ અધિકારીઓના જણાવ્યા અનુસાર તમામ ઘાયલ મુસાફરોની સારવાર ચાલી રહી છે.પ્રાથમિક તપાસ પ્રમાણે કારની સ્પીડ વધારે હતી અને વરસાદને કારણે રસ્તો ભીનો હતો, જેના કારણે આ અકસ્માત થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
રામબનમાં વાહન ખાડામાં પડ્યું, બે લોકોના મોત
થોડાક દિવસો પણ જમ્મુ -કાશ્મીરના રામબન જિલ્લામાં શાકભાજી લઈ જતું એક વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં પડી ગયું. જેમાં બે લોકોના મોત થયા. સ્થાનિક પોલીસ દ્વારા જે પ્રકારે માહિતી મળી હતી તે મુજબ ડ્રાઈવર અર્શીદ અહેમદ અને સાથે રહેલા અન્ય એક શખ્સ શાકભાજી લઈને પોતાના ગામ ઉખરલ પોગલ-પરિસ્તાન જઈ રહ્યા હતા તે સમયે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બેટરી ચશ્મા નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના થતા જ પોલીસ અને સ્થાનિક સ્વયંસેવકોએ સંયુક્ત બચાવ કામગીરી હાથ ધરી હતી.જેમ અંદાજિત 100 ફૂટથી વધુ ઊંડી ખાઈમાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતા.