America માં ભારતીય મૂળની મહિલાનું કૃત્ય

આપણે ત્યાં એક કહેવત છે કે પુત્ર ક્પુત્ર થાય પણ માતા કુમાતા ન થાય.પરંતુ આ કહેવતને ખોટી સાબિત કરે તેવી એક ચોકાવનારી ઘટના America થી સામે આવી છે. ભારતીય મૂળની એક મહિલા કે જેણે તેના દીકરાની જ ગળું કાપી હત્યા કરી. આરોપી મહિલાનું નામ 48 વર્ષીય સરિતા રામારાજુ છે. જેણે પહેલા તો ડિઝ્નીલેન્ડમાં દીકરાને ફેરવ્યો હતો. ત્યાર બાદ દીકરાની ક્રૂરતાપૂર્વક ગળું કાપી હત્યા કરી.

કેમ માતા બની “કુમાતા” કેમ કરી બાળકની હત્યા !

સરિતાએ તેના પુત્ર સાથે સાન્ટા આના જવા માટે ડિઝ્નીલેન્ડની બે ટિકિટ ખરીદી. આ પાસ ત્રણ દિવસ માટે હતો. અહેવાલો અનુસાર 19 માર્ચના રોજ આ ઘટના બની હતી જ્યારે સરિતા મોટેલથી ચેક આઉટ કરીને તેના દીકરાને તેના પિતા જોડે મૂકી આવવાની હતી. પરંતુ આમ કરવાને બદલે તેણે પોલીસને ફોન કરીને જાણ કરી કે તેણે તેના પુત્રની હત્યા કરી છે. પુત્રની હત્યા કર્યા બાદ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આરોપીએ હત્યાના થોડા દિવસ પહેલા છરી ખરીદી હતી.ઘટનાની માહિતી મળતા સાંતા આના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.  પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે બાળકનો મૃતદેહ ડિઝનીલેન્ડના એક રૂમમાંથી મળી આવ્યો હતો. તે કેટલાક કલાકો પહેલા ત્યાં મૃત્યુ પામ્યો હતો.

2018માં પતિ સાથે લીધા હતા છૂટાછેડા

જણાવી દઈએ કે આ મહિલાએ 2018માં પતિ જોડે છૂટાછેડા લઈ લીધા હતા અને દીકરા સાથે એક મોટેલમાં રહેતી હતી. મહિલા એ પતિ પ્રકાશ રાજુ સાથે પુત્રની કસ્ટડી માટે ઝઘડો કર્યો હતો.તેણીએ આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ તેની સલાહ લીધા વિના જ તબીબી અને શાળાના નિર્ણયો લે છે. તેણે અગાઉ પણ કહ્યું હતું કે તેના પતિને દારૂ પીવાની લત છે. જોકે સરિતાના દિમાગમાં શુ ચાલી રહ્યું હતું કે તેણે શા માટે આવું પગલું ભર્યું. કેલિફોર્નિયાની ઓરેન્જ કાઉન્ટીના જિલ્લા એટોર્ની કાર્યાલયના એક નિવેદનમાં જણાવાયું હતું કે જો ભારતીય મૂળની આ મહિલા તમામ આરોપોમાં દોષીત ઠરશે તો તેને મહત્તમ 26 વર્ષની કારાવાસની સજા થશે.

Scroll to Top