અમેરિકાથી સામે આવ્યા મોટા સમાચાર, Mehsana ના પિતા-પુત્રીની ગોળી મારીને કરાઈ હત્યા

અમેરિકાથી એક દુઃખદ મામલો સામે આવ્યો છે. અમેરિકામાં ગુજરાતીની હત્યા કરવામાં આવી હોવાની બાબત સામે આવી છે. યુએસના વર્જિનિયાના એકોમેક કાઉન્ટીમાં પટેલ પરિવારના પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. તેના લીધે પરિવારજનોમાં દુઃખનો માહોલ છવાઈ ગયો છે.

ઘટનાને લઈને જણાવી દઈએ કે, અમેરિકામાં રહેનાર મૂળ Mehsana ના પટેલ પરિવાર સાથે દુઃખદ ઘટના સર્જાઈ છે. યુએસના વર્જિનિયાના એકોમેક કાઉન્ટીમાં આ હત્યાનો બનાવ સર્જાયો છે. મહેસાણાના કનોડા ગામના પટેલ પરિવારના બે સભ્યો (પિતા-પુત્રી)ની અમેરિકામાં હત્યા કરવામાં આવેલ છે. આ ઘટનાને લઈને ચકચાર મચી ગયો છે.

જાણકારી મુજબ, એક અશ્વેત વ્યક્તિ દ્વારા સ્ટોરમાં આવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારમાં 50 વર્ષીય પિતા અને 24 વર્ષની દીકરીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બાબતમાં કાર્યવાહી કરતા યુએસ પોલીસ દ્વારા ગોળીબાર કરનાર શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની સાથે આ ઘટનાને લઈને મહેસાણામાં રહેનાર તેમના પરિવારજનોમાં દુઃખનું મોંજુ ફરી વળ્યું છે.

તમને જણાવી દઈએ કે, આ હત્યાના મામલામાં એક અશ્વેતની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે. તેનું નામ જ્યોર્જ ફ્રેઝર હોવાનું સામે આવ્યું છે. હાલમાં હત્યારાને હત્યારાને એકોમેક કાઉન્ટી જેલમાં વગર કોઈ બોન્ડે રાખવામાં આવેલ છે. જયારે તેના પર ફર્સ્ટ ડિગ્રી મર્ડર સહિતના ગુનાઓ નોંધાવામાં આવેલ છે.

આ મામલામાં પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, પ્રદીપભાઈને માથામાં ગોળી મરાઈ હતી અને તેમને સ્પોટ પર જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે તેમની દીકરી ઉર્વીને પણ એક ગોળી વાગતા તેનું લોહી વધુ વહી જવાના લીધે તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. તેમ છતાં તેને બચાવવાના અનેક પ્રયાસ કર્યા હોવા છતાં મોડી રાત્રીના ઉર્વીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

Scroll to Top