રાજ્ય સરકારે ખેડૂતોને થયેલા પાક નુકસાની મામલે મોટા રાહત પેકેજની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે 1419.62 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. કુલ 8.83 લાખ હેક્ટરમા નુકસાન થયું છે. એક ખેડૂત ખાતેદારને ૩૩ ટકાના નુકસાનના કિસ્સામા બે હેક્ટરની મર્યાદામા સહાય મળશે. ખેડુતો પોર્ટલ ઉપર ૭/૧૨ અને બેંક ડિટેલ્સ સાથે ઓનલાઈન અરજી કર્યેથી સહાયનો લાભ મળશે.જ્યના 6 હજારથી વધુ ગામોના ખેડૂતોને મોટી રાહત મળશે. 20 જિલ્લાના 136 તાલુકાના ખેડૂતોને લાભ મળશે.
ખેડૂતોના તૈયાર પાક વરસાદી પાણીમાં ધોવાઈ ગયો
આ વર્ષે રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા અને તેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું અને ખેડૂતોના તૈયાર પાક વરસાદી પાણીમાં ધોવાઈ ગયા હતા અને ખેડૂતોને તૈયાર થયેલો કોળીયો છીનવાઈ ગયો હતો. ત્યારબાદ અનેક વખત ખેડૂતોએ સરકારને સહાય ચૂકવવા માટે રજૂઆત કરી હતી અને આખરે રાજ્ય સરકારે દિવાળી પહેલા ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરી છે અને ખેડૂતોની દિવાળી સુધારી દીધી છે.
8.5 લાખ હેક્ટર જમીનના ખેડૂતોને ચૂકવાશે સહાય
ઉલ્લેખનીય છે કે અનેક ધારાસભ્યો અને સંસદ સભ્યો પણ પાક નુકસાની મામલે ખેડૂતોની વ્હારે આવ્યા હતા અને ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તે અંગે કૃષિ મંત્રી અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી.