કેનેડાથી મોટા સમાચાર સામે આવ્યા છે. કેમ કે, કેનેડાની સત્તાધારી લિબરલ પાર્ટી દ્વારા આગામી સંસદીય ચૂંટણી પહેલા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમના દ્વારા MP Chandra Arya ની ઉમેદવારી રદ કરવાનો નિર્ણય લીધો છે.
ભારતીય મૂળના હિન્દુ સાંસદ ચંદ્ર આર્ય નેપિયન મત વિસ્તારમાંથી ચૂંટણી જીતવા માં આવી અને તેના દ્વારા સંસદમાં પહોંચ્યા હતા. તે ખાલિસ્તાન સમર્થક તત્વો વિરુદ્ધ સ્પષ્ટ વક્તા તરીકે ઓળખાય છે. તેમના આ પગલાં બાદ કેનેડિયન રાજકારણમાં વિવાદો ઉભો થયો હતો.
તેની સાથે આ બાબતમાં વધુમાં જણાવી દઈએ કે, ચંદ્ર આર્ય દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ બાબતમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમના દ્વારા પોસ્ટ કરીને જણાવ્યું કે, પાર્ટી દ્વારા તેમની ટિકિટ રદ કરી નાખવામાં આવી છે. લિબરલ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલ પત્ર અનુસાર ચૂંટણી પ્રચાર અભિયાન ના અધ્યક્ષ દ્વારા ચંદ્ર આર્ય ની યોગ્યતાની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમની ટિકિટ રદ કરવાની ભલામણ કરી હતી. તેના લીધે પાર્ટી દ્વારા આ બાબતમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. ચંદ્ર આર્ય દ્વારા આ નિર્ણયને નિરાશાજનક ગણાવવામાં આવ્યો છે. તેમ છતાં તેમને તે પણ એ જણાવ્યું છે કે, આ નિર્ણયને લઈને નેપિયન લોકોની સેવા કરવામાં તેમના સન્માન અને ગર્વમાં કોઈ ઘટાડો થશે નહીં.
આ બાબતમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, મને લિબરલ પાર્ટી દ્વારા જાણકારી આપવામાં આવેલ છે કે, ‘નેપિયન માં આગામી ચૂંટણી માટે મારું નામાંકન રદ કરી દીધેલ છે. તેમ છતા આ સમાચાર ખૂબ જ નિરાશાજનક રહેલ છે. તેમ છતાં આ નિર્ણય બાદ નેપિયન લોકો અને દરેક કેનેડિયન લોકોની 2015 થી સંસદ સભ્ય તરીકે ગૌરવ માં કોઈ ઘટાડો થશે નહીં.
વધુમાં તેમણે જણાવ્યું કે, છેલ્લા ઘટના વર્ષોથી આ ભૂમિકા દિલથી નિભાવી છે. હું એક સાંસદ તરીકે કરેલા કામથી મને ગૌરવ રહેલો છે. નેપિયનવાસીઓની મારા તરફથી અતૂટ સેવા આપવામાં આવી છે, કેનેડિયન લોકો માટે આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મેં જે વલણ અપનાવ્યું છે અને મુશ્કેલ સમયમાં હું જે કારણોને લઈને ઊભો રહ્યો હતો તેના પર મને ગર્વ રહેલો છે. તેની સાથે મારા સમુદાય અને દેશની સેવા કરવી મારા જીવનની સૌથી મોટી જવાબદારી રહેલી છે અને તેના માટે હું દરેક પળનો આભારી રહેલ છું. તેમ છતાં લિબરલ પાર્ટી દ્વારા આર્યની ઉમેદવારી રદ કરવા પાછળ કોઈ સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું નથી.