Politics : ગુજરાતમાં ગુંડાગિરી ખુદ ભાજપ કરી રહી છે, આ નેતાએ સરકાર પર લગાવ્યા ગંભીર આક્ષેપ

Gujarat Politics News : હાઈકોર્ટનાં આદેશ બાદ રાજ્યભરમાં પોલીસ અને કોર્પોરેશન દ્વારા અસામાજિક અને લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહીનાં ભાગરૂપે તેમના ગેરકાયદેસરનાં બાંધકામ સામે મેગા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ કાર્યવાહી સામે સવાલ ઊઠાવ્યા છે અને આરોપ સાથે કહ્યું કે, ભાજપનાં કહ્યામાં નથી, તે ગુંડા સામે જ કાર્યવાહી થઈ રહી છે.

કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ એ ગંભીર આક્ષેપ સાથે કહ્યું કે, હપ્તા નથી આપતા અને વોટ નથી લાવતા તેની સામે જ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે સવાલ કરતા કહ્યું કે, રાજ્યમાં આટલા બધા ગુંડાઓ છે તો અત્યાર સુધી કેમ એક્શન લેવામાં ન આવ્યું ? ભાજપ ખુદ એક દેખાડાનો દરબાર છે લોકોને છેતરવાનું મશીન છે. ભાજપે ભાજપમાં રહેલા ગુંડાઓનું લિસ્ટ બનાવવું જોઈએ. ગુજરાતમાં ગુંડાગીરી ખુદ ભાજપ કરી રહી છે, ગૃહમંત્રી જાહેરમાં ચર્ચા કરવા આવે તો ભાજપમાં રહેલા ગુંડાઓનું લિસ્ટ આપવા હું તૈયાર છું.તેમ ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું.

કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ એ  વધુમાં કહ્યું કે, ભાજપમાં રહેલા ગુંડાઓનું લિસ્ટ આપવા હું તૈયાર છું. તમે તેમાં તપાસ કરીને આવા ગુંડાઓ સામે કાર્યવાહી કરો. સાચી કામગીરી ત્યારે જ કહેવાય જ્યારે પોલીસ સ્ટેશનમાં સાચા હોય તેને સાચું અને ખોટા હોય તેને ખોટું કહેવામાં આવે છે. પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર બંધ થશે ત્યારે સાચી કામગીરી ગણાશે. તેમણે એમ પણ કહ્યું કે, પોલીસને છુટ્ટો હાથ દેવો જોઇએ, જેથી યોગ્ય કાર્યવાહી થઈ શકે.

Scroll to Top