ભારતના વર્ષો જૂના પરમ મિત્ર ગણાતા એવા રશિયા દેશમાં અત્યારે બ્રિક્સ સમિટનું આયોજન થયું છે. રશિયાના કઝાન શહેરમાં વિશ્વ નેતાઓનો ભારે જમાવડો છે. ચીન, રશિયા, ભારત જેવા મોટા કદાવર દેશો આ સંમેલનમાં સામેલ થયા છે. ત્યારે પીએમ મોદીએ બ્રિક્સ સમિટમાં સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં વિવિધ મુદ્દાઓનો સમાવેશ થાય છે.
ભારતમાં યુપીઆઈ એક મોટી સકસેસ સ્ટોરી
પીએમ મોદીએ બ્રિક્સ સંમેનમાં સંબોધતા જણાવ્યું કે, ભારતમાં યુપીઆઈ એક મોટી સકસેસ સ્ટોરી છે. ઘણાબધા દેશોએ યુપીઆઈને અપનાવ્યું. આ ઉપરાંત પીએમ મોદીએ બ્રિક્સ સંમેલનમાં ‘એક વૃક્ષ માાતાને નામનો ઉલ્લેખ કર્યો હતો. આગળ પીએમ મોદીએ જણાવ્યું કે, બ્રિક્સે ઘણી બધી સિદ્ધિઓ મેળવી છે. તેમજ પર્યાવરણને લઈ મહત્ત્વના પગલાં લેવામાં આવ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
My remarks during the BRICS Summit in Kazan, Russia. https://t.co/TvPNL0HHd0
— Narendra Modi (@narendramodi) October 23, 2024
રશિયાના સફળ પ્રમુખપદ માટે અભિનંદન – PM
પીએમ મોદીએ કહ્યું, ”આજે સુંદર બેઠકનું આયોજન કરવા બદલ હું રાષ્ટ્રપતિ પુતિનનો આભાર વ્યક્ત કરું છું. હું ખૂબ જ ખુશ છું કે અમે વિસ્તૃત બ્રિક્સ પરિવાર તરીકે પ્રથમ વખત મળી રહ્યા છીએ. બ્રિક્સ પરિવારમાં જોડાનાર તમામ નવા સભ્યોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. હું રાષ્ટ્રપતિ પુતિનને છેલ્લા એક વર્ષમાં રશિયાના સફળ પ્રમુખપદ માટે અભિનંદન આપું છું.”
ભારત હંમેશા બ્રિક્સના સભ્ય તરીકે તેની જવાબદારીઓ નિભાવવાનું ચાલુ રાખશે – PM
પીએમ મોદીએ આગળ કહ્યું કે, મને વિશ્વાસ છે કે, આવનારા સમયમાં પણ આપણે બધા સાથે મળીને આ અનોખા પ્લેટફોર્મને સંવાદ, સહકાર અને સમન્વયનું ઉદાહરણ બનાવીશું. આ સંદર્ભમાં, ભારત હંમેશા બ્રિક્સના સ્થાપક સભ્ય તરીકે તેની જવાબદારીઓ નિભાવવાનું ચાલુ રાખશે. ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર.