Gondal : Raju Sakhiya નો પોલીસ સામે ગંભીર આરોપ, Gondal માં પાટીદાર અગેવાનોની માંગણીનો ફિયાસ્કો ?

Gondal :  ગોંડલમાં તરૂણને લુખ્ખા તત્વોએ જાહેરમાં માર માર્યો હોવાની ઘટનાનો મામલો સામે આવતા ચકચાર મચી ગયો છે. તરૂણને સંગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં લુખ્ખા તત્વોએ ઢોર માર મારતા પટેલ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

તરૂણને જાહેરમાં ઢોર માર મારતો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતા પટેલ સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે. પટેલ સમાજના ભાજપના આગેવાનો સહિતના લોકોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યા બાદ પટેલ વાડી ખાતે મળી મિટિંગ કરી રણનીતિ ઘડી છે. પટેલ સમાજની મિટિંગમાં ભાજપ સહિતના દરેક પક્ષના આગેવાનો કાર્યકર્તાઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પટેલ સમાજના લોકોએ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢીને ગોંડલમાં કડક પોલીસ ઓફિસરોની નિમણૂક કરવાની માગ કરી છે.મિટીંગમાં આવારા તત્વોનેને ભોમાં ભંડારવાની માંગ ઉઠવા પાછળ અનેક સવાલો કારણભૂત બન્યા છે. ગોંડલમાં છેલ્લા ઘણા વર્ષોથી IPS એસપીની નિમણૂક થઈ ન હોવાથી જનતા પણ રામ ભરોસે હોય તેવા આરોપો લાગી રહ્યા છે.

ત્યારે આ મામલે, એડવોકેટ અને પાટીદાર નેતા રાજૂ સખીયાએ પોલીસ સામે ગંભીર આરોપ લગાવ્યો છે. રાજૂ સખીયાએ જણાવ્યું છે કે, પોલીસ તંત્ર દ્વારા આ ઘટનાના 2 આરોપીઓને પકડી પાડી અને નામદાર કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરાયા છે, જેથી એવું લાગી રહ્યું છે કે, અમારી પ્રથમ માંગનો જ ફિયાસ્કો પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.અમને તંત્ર પાસે ખૂબ અમારી જે આશા હતી, એની ઉપર પાણી ફરી વળ્યું હોય એની નિરાશા પણ અમારી અંદર હાલ જોવા મળી રહી છે. કોર્ટની અંદર પાટીદાર સમાજના યુવકને માર મારવાની આખી આ ઘટના બની જે હતી, એ ઘટના સંદર્ભે પાટીદાર સમાજે ડેપ્યુટી કલેક્ટર સુધી આવેદન પત્ર આપ્યું હતું ત્યારબાદ એક મોટી બેઠક બોલાવી અને અલ્ટીમેટમ આપ્યું હતું. શનિવારના દિવસ દરમિયાન ગોંડલ એ સ્વયંભુ બંધ રહેશે. ગોંડલની અંદર બનેલી આ ઘટના બાદ હવે પાટીદાર સમાજના આગેવાનોની અંદર આક્રોશ જાગ્યો છે.

Scroll to Top