Amreli : કેટલાંક મહિનાઓ પહેલા અમરેલીમાં લેટરકાંડ થયો હતો. લેટરકાંડમાં પાટીદાર યુવતિ પાયલ ગોટીનું અમરેલી પોલીસ દ્વારા સરઘસ નીકાળવામાં આવ્યું હતું. ત્યારબાદ પાટીદાર સમાજમાં આક્રોશ ફેલાયો હતો અને કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ત્યારે હવે, આ મામલે કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે હર્ષ સંઘવીને પત્ર લખ્યો છેે.