Dhoraji :દારૂનો વીડિયો આ મહિલા પ્રમુખને નડી ગયો, માત્ર 13 જ દિવસમાં ન.પાના પ્રમુખનું રાજીનામું

Dhoraji News : રાજકોટ જીલ્લાના Dhoraji નગરપાલિકાના પ્રમુખ સંગીતા બારોટે રાજીનામું આપ્યું છે. સંગીતા બારોટે જીલ્લા કલેક્ટરને રાજીનામું આપ્યું છે. મહત્વનું છે કે, પ્રમુખ બન્યા બાદ તેમનો દારૂની બોટલ સાથેનો વીડિયો વાઈરલ થયો હતો. આ ઉપરાંત મીડિયા સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી કોણ છે તેની પણ ખબર ન હતી. પ્રમુખ બન્યા ત્યારથી જ સોશિયલ મીડિયામાં Sangita Barot  ચર્ચામાં આવ્યા હતા. વિવાદમાં આવ્યા બાદ પ્રદેશ સંગઠનના આદેશથી રાજીનામું આપ્યું છે. ત્યારે આજે અચાનક રાજીનામું આપતા આ મુદ્દો રાજકારણમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.


જો કે, આ અંગે Sangita Barot જણાવ્યું હતું કે, અંગત પારિવારિક કારણોસર તેઓએ રાજીનામું આપ્યું છે. ત્યારે હવે, ધોરાજી નગરપાલિકાના નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ છે. ધોરાજી નગરપાલિકામાં ભાજપના પ્રમુખનો ભોગ લેવાયો છે. આમ, સંગીતા બારોટે માત્ર 13 દિવસમાં રાજીનામું આપ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, નગરપાલિકાની કામગીરી ખૂબ જ હોય,અને પ્રમુખની કાર્યક્ષમતાના હોય તેમજ અંગત પારિવારિક કારણોના લીધે રાજીનામું આપ્યું છે.

નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ તેમનો દારૂની બોટલ સાથેનો વીડિયો વાયરલ થયો હતો. રાજીનામું આપતાની સાથે જ. મીડિયા સામે નિવેદન આપ્યું છે. વિવાદમાં સામે આવ્યા બાદ પ્રદેશ ભાજપ સંગઠનના આદેશથી રાજીનામું આપ્યું કે કેમ તે પ્રશ્ન ઊઠ્યો છે. પ્રમુખ બન્યા ત્યારથી જ સંગીતાબેન બારોટ સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યા હતા. જો કે Dhoraji  નગરપાલિકાના નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે

Dhoraji માં નગરપાલિકાના મહિલા પ્રમુખે રાજીનામું આપતા લલિત વસોયાનું નિવેદન પણ સામે આવ્યું છે. લલિત વસોયાએ આક્ષેપ લગાવ્યો છે કે, ઉપકાર ચૂકવવા માટે સંગીતાબેન બારોટને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. પ્રિ-પ્લાનિંગથી પ્રમુખ બનાવ્યા બાદમાં રાજીનામું લીધું. ભાજપ દ્વારા જ સંગીતાબેન બારોટનું રાજીનામું લેવામાં આવ્યું છે. ભાજપમાં અંદર વિખવાદના કારણે જ પ્રમુખનો ભોગ લેવાયો હોવાની ચર્ચા છે. સંગીતાબેન બારોટનો વિડીયો સોશિયલ મીડિયામાં ચૂંટણી પહેલા પણ સામે આવ્યો હતો તેમ છતાં નગરપાલિકાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. અંગત જશ માટે 10 કે 12 દિવસ પ્રમુખ બનાવ્યા હોવાના આક્ષેપ લગાવ્યો છે.

Scroll to Top